દુર્ઘટના@હળવદ: ટ્રક પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે હળવદ-માળીયા કચ્છ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બોમ્બના એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા 108 દ્રારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અટલ સમાચાર આપના
 
દુર્ઘટના@હળવદ: ટ્રક પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે હળવદ-માળીયા કચ્છ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બોમ્બના એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા 108 ‌દ્રારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હળવદ-કચ્છ હાઇવે 52 માર્ગ અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. જેમાં 26 વર્ષના બીત્ર બીપીનભાઈ ગાલા અને 62 વર્ષના બીપીનભાઈ ઠાકરશીભાઈ ગાલાનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. આ તરફ વિકી બીપીનભાઈ ગાલાને અને કલ્પનાબેન બીપીનભાઈ ગાલાને ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલના ડો.કૌશાલ પટેલ બંને સુરેન્દ્રનગર હોસ્પિટલ‌ સારવાર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.