દુર્ઘટના@હારીજ: બેફામ કાર ચાલકે 3 વર્ષિય માસૂમને અડફેટે લેતાં મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ તાલુકાના ગામે કારની ટક્કરે એક માસૂમ બાળકનું મોત થતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે રોડ પર ફરીયાદીના સંબંધી અને તેમનો પુત્ર ચાલતાં જતાં હતા. આ દરમ્યાન કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા. જેમાં ફરીયાદીના પુત્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં
 
દુર્ઘટના@હારીજ: બેફામ કાર ચાલકે 3 વર્ષિય માસૂમને અડફેટે લેતાં મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ તાલુકાના ગામે કારની ટક્કરે એક માસૂમ બાળકનું મોત થતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે રોડ પર ફરીયાદીના સંબંધી અને તેમનો પુત્ર ચાલતાં જતાં હતા. આ દરમ્યાન કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા. જેમાં ફરીયાદીના પુત્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ તરફ કારચાલક ગાડી મુકીને ફરાર થઇ જતાં ઉશ્કેરાયેલાં ટોળાંએ કારના કાચ તોડી નાંખ્યા હતા. બાળકને સારવાર અર્થે ખસેડાયાં બાદ તેનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ ઘટનાને લઇ મૃતકના પિતાએ ફરાર કારચાલક સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના નાણાં ગામે ગઇકાલે બપોરે કારની ટક્કરે બાળકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગામના નરેશજી ગાંડાજી ઠાકોર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ તરફ ગઇકાલે મહોલ્લાં બેસણું હોઇ ફરીયાદી સહિતના સંબંધી ત્યાં હાજર હતા. આ દરમ્યાન ફરીયાદીના ફુવા પ્રહલાદજી, ફોઇ ગોમતીબેન અને ફરીયાદીનો 3 વર્ષિય પુત્ર સહદેવ સરસ્વતી નદીના ડીપમાં ચાલીને આવતાં હતા. આ તરફ અચાનક એક સેન્ટ્રો કાર નાણાં-વેજવાડા રોડ પર બેફામ રીતે આવતી હોઇ તેમને ટક્કર મારી હતી.

દુર્ઘટના@હારીજ: બેફામ કાર ચાલકે 3 વર્ષિય માસૂમને અડફેટે લેતાં મોત, પરિજનો શોકમગ્ન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કારની ટક્કર વાગવાથી સહદેવ કાર નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદમાં ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવતાં ચાલક કાર મુકી ફરાર થઇ ગયો છે. ઘટનાને લઇ સહદેવને તાત્કાલિક સારવાર અર્થે હારીજ સરકારી દવાખાને લઇ જવાયો હતો. આ તરફ સારવાર વચ્ચે ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. અકસ્માતની ઘટનાને લઇ મૃતકના પિતાએ ફરાર કાર ચાલક સામે હારીજ પોલીસ મથકે આઇપીસી કલમ 279, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 187, 134 મુજબ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.