અકસ્માત@હારીજ: પીકઅપ ડાલુ બસને કાપી વચ્ચોવચ્ચ ઘુસી ગયું, આબાદ બચાવ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) હારીજ-ચાણસ્મા હાઇવે પર ગત રાત્રે બસ અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલાએ એસ.ટી. બસના દરવાજા પાસે જોરદાર ટક્કર મારી હતી. જેને લઇ પીકઅપ ડાલાનો આગળનો ભાગ આખો બસમાં ઘુસી ગયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પીકઅપ ડાલાનો ડ્રાઇવર ગાડી મુકી ફરાર થઇ ગયો હતો. અટલ
 
અકસ્માત@હારીજ: પીકઅપ ડાલુ બસને કાપી વચ્ચોવચ્ચ ઘુસી ગયું, આબાદ બચાવ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

હારીજ-ચાણસ્મા હાઇવે પર ગત રાત્રે બસ અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલાએ એસ.ટી. બસના દરવાજા પાસે જોરદાર ટક્કર મારી હતી. જેને લઇ પીકઅપ ડાલાનો આગળનો ભાગ આખો બસમાં ઘુસી ગયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પીકઅપ ડાલાનો ડ્રાઇવર ગાડી મુકી ફરાર થઇ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અકસ્માત@હારીજ: પીકઅપ ડાલુ બસને કાપી વચ્ચોવચ્ચ ઘુસી ગયું, આબાદ બચાવ

પાટણ જીલ્લાના સોઢવ પાટીયા પાસે ગત રાત્રે એસ.ટી બસ અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બ્રાહ્મણવાડાથી હારીજ દૂધ લઇને જતા પીકઅપ ડાલાના ચાલકે હારીજથી પાલોલી નાઇટ જતી એસટી બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે પીકઅપ ડાલાનો આગળનો ભાગ આખો બસની અંદર ઘુસી ગયો હતો. જેને લઇ પીકઅપ ડાલાનો ચાલક ગાડી સ્થળ પર છોડી ફરાર થઇ ગયો હતો.

અકસ્માત@હારીજ: પીકઅપ ડાલુ બસને કાપી વચ્ચોવચ્ચ ઘુસી ગયું, આબાદ બચાવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હારીજથી પાલોલી નાઇટ બસને પીકઅપ ડાલાએ ટક્કર મારતા બંને વાહનોને ભારે નુકશાન થયુ છે. ગત રાત્રે ૮ વાગ્યાના સુમારે બ્રાહ્મણવાડાથી હારીજ દૂધ ભરાવવા જઇ રહેલા પીકઅપ ડાલાના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું ચાલકો માની રહ્યા છે. સદનસીબે કોઇ જાનહાનિ ન સર્જાઇ હોવાનુ સામે આવ્યુ છે.