અકસ્માત@હિંમતનગર: બેફામ કારે રાહદારી વૃધ્ધને અડફેટે લીધા, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર તાલુકાના ગામે બેફામ કારની ટક્કરે રાહદારી વૃધ્ધનું મોત થયુ છે. ગઇકાલે સાંજે રોડની સાઇડમાં ચાલતાં જતાં વૃધ્ધને એક બેફામ કારે પાછળથી ટક્કર મારતાં તેઓ ફંગોળાઇને નીચે પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોઇ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ગંભીર ઇજાઓ હોઇ વધુ સારવાર અર્થે જ્યુપીટર
 
અકસ્માત@હિંમતનગર: બેફામ કારે રાહદારી વૃધ્ધને અડફેટે લીધા, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગામે બેફામ કારની ટક્કરે રાહદારી વૃધ્ધનું મોત થયુ છે. ગઇકાલે સાંજે રોડની સાઇડમાં ચાલતાં જતાં વૃધ્ધને એક બેફામ કારે પાછળથી ટક્કર મારતાં તેઓ ફંગોળાઇને નીચે પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોઇ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ગંભીર ઇજાઓ હોઇ વધુ સારવાર અર્થે જ્યુપીટર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પુત્રએ કારચાલક સામે હિંમતનગર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના કિફાયતનગર-સવગઢ ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે કરીમભાઇ નુરમોહંમદ મેમણ(63) મદની સોસાયટી આગળથી ચાલતાં પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક આરટીઓ રોડ પરથી એક બેફામ વેગનઆર કારે તેમને પાછળથી ટક્કર મારી અડફેટે લીધા હતા. જેથી તેમને તાત્કાલિક અસરથી હિંમતનગર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે મોતીપુરા જ્યુપીટર હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ.

અકસ્માત@હિંમતનગર: બેફામ કારે રાહદારી વૃધ્ધને અડફેટે લીધા, સારવાર દરમ્યાન મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ગઇકાલે સાંજે ચાલતાં જતાં રાહદારીને બેફામ કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં વૃધ્ધને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જોકે સારવાર વચ્ચે તેમને જમણા હાથે અને જમણા પગે ફ્રેક્ચર થયાનું સામે આવ્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પુત્રએ કારચાલક સામે હિંમતનગર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે કારચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.