દુર્ઘટના@મહેસાણા: અજાણ્યાં વાહનની ટક્કરે GRD જવાનનું મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણાના GRD જવાનનું અકસ્માતની ઘટનામાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે શહેરના બાયપાસ રોડ પર બાઇકસવાર GRD જવાનને કોઇ અજાણ્યાં વાહનચાલકે ટક્કર મારી હતી. જે બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.
 
દુર્ઘટના@મહેસાણા: અજાણ્યાં વાહનની ટક્કરે GRD જવાનનું મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણાના GRD જવાનનું અકસ્માતની ઘટનામાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે શહેરના બાયપાસ રોડ પર બાઇકસવાર GRD જવાનને કોઇ અજાણ્યાં વાહનચાલકે ટક્કર મારી હતી. જે બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. ઘટનાને લઇ મૃતકના ભાઇએ અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD જવાનનું અજાણ્યાં વાહનની ટક્કરે મોત થયુ છે. મહેસાણા ગંજબજારની પાછળ ગોકુલપાર્ક સોસાયટીમાં રહેતાં GRD જવાન હાર્દિક રાજેશભાઇ જાની ગતરાત્રે 11 વાગે નોકરી જવાનું કહીને ઘરેથી નિકળ્યાં હતા. જે બાદમાં આજે વહેલી સવારે તેમના ભાઇના ફોનમાં અજાણ્યાં વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તેને કહેલ કે, તમારા ભાઇને સુવિધા સર્કલ પાસે બાયપાસ રોડ પર અકસ્માત થયો હોઇ તેમને સિવીલ હોસ્પિટલ લઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, GRD જવાનના અકસ્માતની ઘટનાની જાણ થતાં તેમના ભાઇ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યાં હતા. આ તરફ ફરજ પરના તબીબે GRD જવાનને મૃત જાહેર કર્યા હતા. જેને લઇ મૃતકના ભાઇ યશ રાજેશભાઇ જાનીએ અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસે આરોપી સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.