અકસ્માત@મહેસાણાઃ ફતેપુરા પાસે અકસ્માતમાં પોલીસકર્મીના પુત્રનું મોત

અટલ સમાચાર.મહેસાણા(મનોજ ગોહિલ) મહેસાણાના ફતેપુરા પાટીયા પાસે શુક્રવારે મોડી સાંજે દુધના ટેન્કરે સાઇડ સીગ્નલ બતાવ્યા વગર યુ ટર્ન મારી મારુતિ સાથે અકસ્માત સર્જયો હતો. જેમા મોટીદાઉ ગામના મારુતિ ચાલકનું મોત નીપજ્યુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકાના મોટીદાઉ(ખુમાપુરા)માં રહેતા અને પાટણ
 
અકસ્માત@મહેસાણાઃ ફતેપુરા પાસે અકસ્માતમાં પોલીસકર્મીના પુત્રનું મોત

અટલ સમાચાર.મહેસાણા(મનોજ ગોહિલ)

મહેસાણાના ફતેપુરા પાટીયા પાસે શુક્રવારે મોડી સાંજે દુધના ટેન્કરે સાઇડ સીગ્નલ બતાવ્યા વગર યુ ટર્ન મારી મારુતિ સાથે અકસ્માત સર્જયો હતો. જેમા મોટીદાઉ ગામના મારુતિ ચાલકનું મોત નીપજ્યુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત@મહેસાણાઃ ફતેપુરા પાસે અકસ્માતમાં પોલીસકર્મીના પુત્રનું મોત

 

 

 

 

 

 

 

મહેસાણા તાલુકાના મોટીદાઉ(ખુમાપુરા)માં રહેતા અને પાટણ પોલીસમાં એમટી શાખામાં હજાનજી ભેમાજી ઠાકોર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેમનો મોટો દિકરો રણજીતસિંહ(ઉ.વ.28) છે. જે સાંજના સુમારે મારુતી ગાડી નં.જી.જે.01 એચએફ 2375 લઇને મહેસાણાથી મોટીદાઉ જઇ રહ્યા હતા ત્યારે ફતેપુરા ગામના બસસ્ટેન્ડ પાસે દુધના ટેન્કરે સાઇડ સીગ્નલ બતાવ્યા વગર યુટર્ન માર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેથી કાર ટેન્કરને અથડાતા રણજીતસિંહ ઘાયલ થતા મોત નીપજ્યુ હતું. ટેન્કર નં.જી.જે.02વીવી 7620ના ચાલકે અકસ્માત સર્જયો છે. કારમાંથી લાશ બહાર કાઢી પીએમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. હજાનજી ભેમાતી ઠાકોરની ફરિયાદને આધારે પોલીસે દૂધના ટેન્કર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.