અકસ્માત@મહેસાણા: હાઇવે પર વાહનની ટક્કરે અજાણ્યાં યુવાનનું મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણાના પાલાવાસણા સર્કલ પાસેથી એક અજાણ્યાં પુરૂષનું કારની ટક્કરે મોત થયાની ઘટના સામે આવી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના જીઆરડીનો જવાન નાઇટ રોન પુરી કરી પરત ફરતો હોઇ અચાનક રોડ ઉપર લાશ જોઇ હતી. જેથી પોલીસને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ અંગે ખસેડાઇ હતી. આ તરફ જીઆરડી જવાને મહેસાણા તાલુકા પોલીસ
 
અકસ્માત@મહેસાણા: હાઇવે પર વાહનની ટક્કરે અજાણ્યાં યુવાનનું મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણાના પાલાવાસણા સર્કલ પાસેથી એક અજાણ્યાં પુરૂષનું કારની ટક્કરે મોત થયાની ઘટના સામે આવી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના જીઆરડીનો જવાન નાઇટ રોન પુરી કરી પરત ફરતો હોઇ અચાનક રોડ ઉપર લાશ જોઇ હતી. જેથી પોલીસને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ અંગે ખસેડાઇ હતી. આ તરફ જીઆરડી જવાને મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અકસ્માત@મહેસાણા: હાઇવે પર વાહનની ટક્કરે અજાણ્યાં યુવાનનું મોત, ગુનો દાખલ

મહેસાણા તાલુકાના પાલાવાસણા સર્કલ નજીક જલારામ બ્રિજ પાસે જ યુવાનની લાશ મળી આવી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો દિપક પરમાર ગઇકાલે સવારે નાઇટ રોન પુરી કરી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમ્યાન જલારામ બ્રિજ પાસે એક યુવકની લાશ ઉપરથી વાહનો પસાર થતાં હોઇ તાત્કાલિક પોલીસને જાણ કરતાં મૃતકને લાશને પોસ્ટમોર્ટમ અંગે ખસેડાઇ હતી. જે બાદમાં જીઆરડી જવાને અજાણ્યાં વાહન ચાલક સામે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.