અકસ્માત@મહેસાણા: ટ્રેલર નીચે આવી જતાં મહિલાનું કમકમાટીભર્યુ મોત, અજાણ્યાં ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા બાયપાસ હાઇવે પર અજાણ્યાં ટ્રેલરની અડફેટે બાઇકસવાર મહિલાનું મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે સાસરીથી ઘરે જઇ રહેલાં દંપતિને અકસ્માત નડ્યો હતો. જેમાં અજાણ્યાં ટ્રેલરે તેમને ટક્કર મારતાં યુવક સાઇડમાં પડી ગયા બાદ તેની પત્નિ પરથી ટ્રેલર પસાર થઇ ગયુ હતુ. જેને કારણે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ
 
અકસ્માત@મહેસાણા: ટ્રેલર નીચે આવી જતાં મહિલાનું કમકમાટીભર્યુ મોત, અજાણ્યાં ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા બાયપાસ હાઇવે પર અજાણ્યાં ટ્રેલરની અડફેટે બાઇકસવાર મહિલાનું મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે સાસરીથી ઘરે જઇ રહેલાં દંપતિને અકસ્માત નડ્યો હતો. જેમાં અજાણ્યાં ટ્રેલરે તેમને ટક્કર મારતાં યુવક સાઇડમાં પડી ગયા બાદ તેની પત્નિ પરથી ટ્રેલર પસાર થઇ ગયુ હતુ. જેને કારણે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના ભાઇએ અજાણ્યાં ટ્રેલર ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના નુગર સર્કલથી સુવિધા સર્કલની વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ હારીજના રાવીન્દ્રાના અને હાલ ગાંધીનગર રહેતાં રમેશભાઇ પરમાર પત્નિ ભીખીબેન સાથે તેમની સાસરી જુનામોકાથી બાઇક પર ગાંધીનગર જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન ગઇકાલે બપોરના સમગે મહેસાણા બાયપાસ નુગર સર્કલથી સુવિધા સર્કલની વચ્ચે અજાણ્યાં ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી. જેથી રમેશભાઇ સાઇડમાં પડી ગયા બાદ તેમની પત્નિ ભીખીબેનના કમર ઉપર ટ્રેલરનું ટાયર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. નુગર સર્કલથી સુવિધા સર્કલ વચ્ચે સાસરીથી પોતાના ઘરે પરત જતાં દંપતિને અકસ્માત નડતાં મહિલાનું મોત થયુ છે. ઘટનાને લઇ તાલુકા પોલીસે આ મામલે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે. આ તરફ મૃતકના ભાઇએ અજાણ્યાં ટ્રેલર ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાવ્યો છે.