અકસ્માત@મહેસાણા: લોકડાઉનમાં શ્રમિકો ઘરે જવા ટ્રકમાં બેઠા, 3ના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને લઇ શ્રમિકો પોતાના વતને જવા નીકળી પડ્યા છે. કોઇ ચાલતાં ચાલતાં જાય છે, તો કોઇ સાઇકલ લઇને પણ નીકળી જાય છે. તેવામાં સુરતના એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે એક ટ્રકમાં બેસીને પોતાના વતન જતા હતા. મહેસાણા અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં ત્રણ
 
અકસ્માત@મહેસાણા: લોકડાઉનમાં શ્રમિકો ઘરે જવા ટ્રકમાં બેઠા, 3ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને લઇ શ્રમિકો પોતાના વતને જવા નીકળી પડ્યા છે. કોઇ ચાલતાં ચાલતાં જાય છે, તો કોઇ સાઇકલ લઇને પણ નીકળી જાય છે. તેવામાં સુરતના એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે એક ટ્રકમાં બેસીને પોતાના વતન જતા હતા. મહેસાણા અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતની ખાંડ મિલમાંથી ખાંડની બોરી ભરીને ટ્રક પાલનપુર તરફ આવતી હતી. આ સમયે સુરત નજીક લોકડાઉનના પગલે રાજસ્થાન તેમજ પાલનપુરના શ્રમિકો ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક તેમજ સ્થાનિક પોલીસે માનવતા દાખવીને 6થી 7 જેટલા લોકોને સુરતથી ટ્રકમાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હતા. સારૂ કરવા જતા ખરાબ થઇ ગયુ તેવી પરિસ્થિતિ સામે આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ટ્રક એટલી હદે પલટી મારી હતી કે, તેમાંથી ખાંડની બોરીઓ બહાર પડી ગઇ હતી. ટ્રકચાલકને ઝાંકુ આવી જતાં આ દુર્ઘટના ટળી હતી. ખાંડ ભરેલી ટ્રક શુક્રવારનાં વહેલી સવારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર જગુદણ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રક ચાલકને ઝોંકુ આવી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેમાં બેઠેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.