દુર્ઘટના@મોડાસા: મોડીરાત્રે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, ચાલક ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, મોડાસા મોડાસાના મરડીયા પાસે ગત રાત્રે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. અકસ્માતને પગલે વાહનચાલકો એકઠા થઇ ગયા હતા. અકસ્માત કરનાર અન્ય ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ
 
દુર્ઘટના@મોડાસા: મોડીરાત્રે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, ચાલક ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, મોડાસા

મોડાસાના મરડીયા પાસે ગત રાત્રે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. અકસ્માતને પગલે વાહનચાલકો એકઠા થઇ ગયા હતા. અકસ્માત કરનાર અન્ય ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મરડીયા ગામ પાસે ગત મોડીરાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રકચાલક ઇજાગ્રસ્ત થયો હતો. તો બીજી ટ્રકનો આગળનો ભાગ છુંદાઇ ગયો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત ઇસમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ગભરાઇ ગયેલો એક ટ્રકચાલક ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત ઇસમની હાલત અત્યંત ગંભીર હોઇ હાલ સારવાર હેઠળ છે.