અકસ્માત@મોરબી: વિદેશી દારૂ ભરેલી કારે પલટી મારી, ચાલકનું મોત

અટલ સમાચાર, ડેસ્ક મોરબીમાં આજે વેજલપર-ઘાટીલા રોડ પર ઘાટીલા ગામ નજીક દારૂની બોટલોથી ભરેલી ઇનોવા કાર રોડની સાઈડમાં ઝાડી-ઝાંખરા પાસે અજાણ્યા કારણોસર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં હળવદ ખાતે GIDC વિસ્તારમાં રહેતા કારચાલક સુરેશભાઈ હનુમાનરામ કરમાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસે
 
અકસ્માત@મોરબી: વિદેશી દારૂ ભરેલી કારે પલટી મારી, ચાલકનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીમાં આજે વેજલપર-ઘાટીલા રોડ પર ઘાટીલા ગામ નજીક દારૂની બોટલોથી ભરેલી ઇનોવા કાર રોડની સાઈડમાં ઝાડી-ઝાંખરા પાસે અજાણ્યા કારણોસર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં હળવદ ખાતે GIDC વિસ્તારમાં રહેતા કારચાલક સુરેશભાઈ હનુમાનરામ કરમાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ. માટે માળિયાની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે દારૂબંધી તેમજ સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાર ઘાટીલા પાસે કઈ રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. ગઈકાલે જ મોરબી તાલુકા પોલીસે પણ મોટો જથ્થો પકડ્યો છે. ત્યારે હળવદ મોરબી વચ્ચે દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. મોરબી જિલ્લામાં દારૂના એક બુટલેગરે તંબુ તાંણ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી છે. આ બુટલેગર પોતે વાડી ખરીદે છે. બાદમાં કામ પૂરું થતાં તેને વેચી નાખે છે. બુટલેગર આ વાડીનો ઉપયોગ ફક્ત દારૂના ધંધા માટે જ કરતો હોવાની મોડ્સ ઓપરેન્ડરી ધરાવે છે.

આ બુટલેગરેના હિસાબે દોઢ વર્ષ પૂર્વે વાંકાનેરમાં આર આર સેલની રેડ બાદ બે પીએસઆઈ અને બીટના પોલીસકર્મીઓના ભોગ લેવાયા હતા. હવે આ બુટલેગર કયા અધિકારીનો ભોગ લેશે તેવી ચર્ચા જાગી છે. હાલ માળીયા મિયાણા પીએસઆઈ જી. વી. વાણિયાએ આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.