અકસ્માત@નંદાસણઃ બેફામ બાઇકની ટક્કરે આધેડનું મોત, ફરાર ચાલક સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કડી તાલુકાના ગામે એક આધેડનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થયું છે. ગઇકાલે સાંજના સમયે ગામના આધેડ સાઇકલ લઇને ઉમાનગર પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન બેફામ બાઇક ચાલકે તેમની સાઇકલને ટક્કર મારતાં આધેડ ફંગોળાઇ ગયા હતા. જે બાદમાં સારવાર અર્થે નંદાસણ દવાખાને પ્રાથમિક સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર
 
અકસ્માત@નંદાસણઃ બેફામ બાઇકની ટક્કરે આધેડનું મોત, ફરાર ચાલક સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કડી તાલુકાના ગામે એક આધેડનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થયું છે. ગઇકાલે સાંજના સમયે ગામના આધેડ સાઇકલ લઇને ઉમાનગર પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન બેફામ બાઇક ચાલકે તેમની સાઇકલને ટક્કર મારતાં આધેડ ફંગોળાઇ ગયા હતા. જે બાદમાં સારવાર અર્થે નંદાસણ દવાખાને પ્રાથમિક સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડતાં રસ્તામાં તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના ભત્રીજાએ અજાણ્યાં ફરાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. નંદાસણના ઉમાનદર ખાતે રહેતાં કિશોરભાઇ અમરતલાલ પટેલ ગુજરાત માઇક્રો કંપની તરફથી સાઇકલ લઇને ઉમાનગર પોતાના ઘર તરફ જતા હતા. આ દરમ્યાન સર્વિસ રોડ પર એક બેફામ સ્પિડે અને ગફલત ભરી રીતે હંકારી આવી રહેલ બાઇક જેનો રજી.નં GJ-18-CH-0361 એ તેમને અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ બાઇકની ટક્કરથી ફંગોળાયેલા આધેડને માથાના ભાગે તથા બંન્ને પગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું.

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી તાલુકાના નંદાસણ ગામે અકસ્માતની ઘટનામાં ગુજરાત માઇક્રો કંપની તરફથી સાઇકલ લઇને ઉમાનગર પોતાના ઘરે પરત ફરતાં આધેડનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં વૃધ્ધને પ્રથમ નંદાસણ સારવાર અર્થે ખસેડાયા હતા. જે બાદમાં વધુ સારવાર અર્થે મહેસાણા લઇ જવામાં આવી રહ્યા હોય તે દરમ્યાન રસ્તામાં મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે મૃતકના ભત્રીજાએ અજાણ્યાં ફરાર ચાલક સામે નંદાસણ પોલીસ મથકે આઇપીસી કલમ 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.