અકસ્માત@પાલનપુરઃ ચિત્રાસણી નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત,એકનું મોત

અટલ સમાચાર.પાલનપુર, દશરથ ઠાકોર બનાસકાંઠાના ચીત્રાસણી ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી મૃતકની લાશની બહાર કાઢી હતી. અને ટ્રાફિક પુર્વવત કરાવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે પાલનપુરના ચિત્રાસણી નજીક
 
અકસ્માત@પાલનપુરઃ ચિત્રાસણી નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત,એકનું મોત

અટલ સમાચાર.પાલનપુર, દશરથ ઠાકોર

બનાસકાંઠાના ચીત્રાસણી ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી મૃતકની લાશની બહાર કાઢી હતી. અને ટ્રાફિક પુર્વવત કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે પાલનપુરના ચિત્રાસણી નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલા ટ્રેલરની પાછળ આઇસર ટ્રક ધડાકાભેર ઘુસી ગયુ હતું. જેમાં આઇસર ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતું. ગમખ્વાર અકસ્માતની એલએનટી કંપનીના કન્ટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજેઠીયાને જાણ થતા પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ, ક્રેન અને પાલનપુર તાલુકાના પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આઇસર ચાલકના ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટે બે કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પાલનપુર તાલુકા પોલીસે વધુ હાથ ધરી છે.