અકસ્માત@પાલનપુર: બેફામ ટ્રકની ટક્કરે યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં ગઇકાલે મોડીરાત્રે બેફામ ટ્રકની ટક્કરે અજાણ્યાં વ્યક્તિનું મોત થયુ છે. ગઇકાલે મધરાત્રે એરોમા સર્કલ પાસે પૂરઝડપે આવતી એક બેફામ ટ્રકે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોઇ સ્થળ પર જ તેનું કરૂણ મોત થયુ હતુ. આ તરફ સ્થાનિક ચર્ચાઓ મુજબ મૃતક યુવક ભિક્ષૃક હોવાનું
 
અકસ્માત@પાલનપુર: બેફામ ટ્રકની ટક્કરે યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં ગઇકાલે મોડીરાત્રે બેફામ ટ્રકની ટક્કરે અજાણ્યાં વ્યક્તિનું મોત થયુ છે. ગઇકાલે મધરાત્રે એરોમા સર્કલ પાસે પૂરઝડપે આવતી એક બેફામ ટ્રકે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોઇ સ્થળ પર જ તેનું કરૂણ મોત થયુ હતુ. આ તરફ સ્થાનિક ચર્ચાઓ મુજબ મૃતક યુવક ભિક્ષૃક હોવાનું મનાઇ રહ્યુ છે. ઘટનાને લઇ પાલનપુર પશ્વિમ પોલીસે અજાણ્યાં ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ગઇકાલે મોડીરાત્રે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના એરોમા સર્કલ નજીક રાત્રે આશરે બે વાગ્યાના સુમારે એક બેફામ ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી રાહદારીને અડફેટે લીધો હતો. ઘટનાને લઇ સ્થાનિકો સહિતનાએ તાત્કાલિક દોડી આવી 108ને જાણ કરી હતી. જોકે ટ્રકનું વ્હીલ યુવકના શરીર પર ફરી વળ્યું હોઇ છુંદાઇ જતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મધરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં મરણ જનાર યુવક ભિક્ષૃક હોવાનું પંથકમાં ચર્ચાઇ રહ્યુ છે. આ તરફ એરોમા સર્કલ પાસે આશિફભાઇ બરકતભાઇ મન્સુરીની ચાની લારી આવેલ હોઇ તેઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા. જોકે ટ્રક ચાલક ડીસા તરફ ભાગી ગયો હોઇ આશિફભાઇએ અજાણ્યાં ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.