અકસ્માત@પાટણ: ટ્રક ધડાકાભેર અથડાતાં બે ઈસમના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, પાટણ પાટણના મણુંદ નજીક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. મેટાડોર સામેથી આવતા બાઇક ચાલક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ટ્રક ઉંધી વળી ગઇ અને બે ઇસમના ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.બનાવને પગલે બંને ઇસમને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પિલુવાડા ગામના
 
અકસ્માત@પાટણ: ટ્રક ધડાકાભેર અથડાતાં બે ઈસમના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, પાટણ

પાટણના મણુંદ નજીક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. મેટાડોર સામેથી આવતા બાઇક ચાલક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ટ્રક ઉંધી વળી ગઇ અને બે ઇસમના ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.બનાવને પગલે બંને ઇસમને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પિલુવાડા ગામના કાકા ભત્રીજા લોકાચારે જઇ પરત આવી રહ્યા હતા. બલાજી વિરભણજી ઠાકોર અને બાબુજી ઠાકોરને કંથરાવીથી મણુંદ જતાં અકસ્માત થયો હતો. ગ્રામ્ય માર્ગ ઉપર સામેથી આવતી મેટાડોર કોઈ કારણસર બાઈક ચાલક સાથે અથડાઇ હતી. જેમાં મેટાડોર ઉંધા માથે પટકાઈ હતી અને બાઇક સવાર બંને વ્યક્તિ સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા.અકસ્માત@પાટણ: ટ્રક ધડાકાભેર અથડાતાં બે ઈસમના ઘટનાસ્થળે જ મોતસૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાના દ્રશ્યો જોતા મેટાડોર કેવા સંજોગોમાં અને કેવીરીતે બાઇક ચાલક સાથે અથડાઇ તે સૌથી મોટો સવાલ બન્યો છે. ઘટના બાદ મેટાડોરનો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો કે કેમ તે સવાલ વચ્ચ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. બાલીસણા પોલીસ અકસ્માતને પગલે દોડી આવી હતી.