અકસ્માત@રાજકોટઃ કાર ચાલકે મોબાઇલ પર વાત કરતાં દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક એક હચમચાવી દેતી ઘટના બની હતી. અહીં એક ઓડી કાર ચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં એક દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. દોઢ વર્ષનો બાળકો રમતાં રમતાં ઓડી કાર પાસે પહોંચી ગયો હતો. કાર ચાલકે અચાનક કાર ચાલુ કરતી દેતા બાળક નીચે કચડાયો હતો. બાળકને કચડી નાખ્યા
 
અકસ્માત@રાજકોટઃ કાર ચાલકે મોબાઇલ પર વાત કરતાં દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક એક હચમચાવી દેતી ઘટના બની હતી. અહીં એક ઓડી કાર ચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં એક દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. દોઢ વર્ષનો બાળકો રમતાં રમતાં ઓડી કાર પાસે પહોંચી ગયો હતો. કાર ચાલકે અચાનક કાર ચાલુ કરતી દેતા બાળક નીચે કચડાયો હતો. બાળકને કચડી નાખ્યા બાદ ઓડી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કાર નીચે કચડાયેલા બાળકે હૉસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.

આ અંગે વધારે માહિતી પ્રમાણે ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. તેઓ ધંધામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો દોઢ વર્ષનો પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. અકસ્માતમાં ઘવાયેલા દોઢ વર્ષના માસૂમ બાળકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલકની ધરપકડ કરી હતી. જે બાદમાં તેનો જામીન પર છૂટકારો થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, પુત્ર વંશ કારની ઠોકરે ચડ્યાની ખબર પડતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. સિવિલ ખાતે દોઢ વર્ષના વંશે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.