અકસ્માત@સાંતલપુર: ડમ્પર અને બાઈક અથડાતાં બે વ્યકિતના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, મહેસાણા સાંતલપુર નજીક હાઇવે પર રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ડમ્પર અથડાતાં બે વ્યકિતના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. પોતાને કામના સ્થળે પહોંચે તે પહેલાં જ બાઇક સવાર મોતને ભેટ્યા હતા. આથી પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ – કિલાણા
 
અકસ્માત@સાંતલપુર: ડમ્પર અને બાઈક અથડાતાં બે વ્યકિતના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, મહેસાણા

સાંતલપુર નજીક હાઇવે પર રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ડમ્પર અથડાતાં બે વ્યકિતના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. પોતાને કામના સ્થળે પહોંચે તે પહેલાં જ બાઇક સવાર મોતને ભેટ્યા હતા. આથી પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ – કિલાણા માર્ગ પર હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક સાથે ડમ્પરની ટક્કર થઇ હતી. આ દરમિયાન બાઇક સવાર ઠાકોર મણાજી શંકરજી અને ઠાકોર ચમનજી રામજીભાઇ મોતને ભેટ્યા હતા. ડમ્પર ચાલક પોલીસે તપાસ શરૂ કરી છે.