અકસ્માત@સુરેન્દ્રનગર: ડમ્પર પાછળ ટ્રક અથડાતાં એકનુ ઘટનાસ્થળે જ મોત, 1 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ,સુરેન્દ્રનગર લખતર અને વઢવાણ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર બાજુમાં ઉભેલા ડમ્પર પાછળ અચાનક ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જેમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે તાત્કાલિક ગાંધી હોસ્પીટલે ખસેડાયો હતો. આ અક્માતની જાણ લખતર –વઢવાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી આગળની
 
અકસ્માત@સુરેન્દ્રનગર: ડમ્પર પાછળ ટ્રક અથડાતાં એકનુ ઘટનાસ્થળે જ મોત, 1 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ,સુરેન્દ્રનગર

લખતર અને વઢવાણ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર બાજુમાં ઉભેલા ડમ્પર પાછળ અચાનક ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જેમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર  હોવાથી તેને સારવાર અર્થે તાત્કાલિક ગાંધી હોસ્પીટલે ખસેડાયો હતો. આ અક્માતની જાણ લખતર –વઢવાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ લખતર અને વઢવાણ વચ્ચે ગઈકાલ રાત્રીના સમયે એક ડમ્પરને પંચર પડ્યુ હતુ. જેથી તેનુ પંચર રીપૈર કરવા એક વ્યક્તિ ડમ્પરને બાજુમાં રાખી જેક મારી રહ્યો હતો. આ દરમ્યાન અચાનક પાછળથી આવીને એક ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાછળથી અચાનક બીજા ટ્રક ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવરનુ સારવાર પહેલા જ કરૂણ મોત થયુ હતુ.

અકસ્માત@સુરેન્દ્રનગર: ડમ્પર પાછળ ટ્રક અથડાતાં એકનુ ઘટનાસ્થળે જ મોત, 1 ઈજાગ્રસ્ત

 

સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, પોલીસને આ ઘટનાની જાણ થતા તેઓ તુંરત સ્થળે દોડી આવ્યા હતા. જેમને ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢી તેને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડ્યો હતો. ફસાયેલો વ્યક્તિ પણ ખુબ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેની સ્થિતી નાજુક જણાઈ રહી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.