અકસ્માત@થરાદ: મધરાતે કારની ટક્કરે અજાણ્યાં યુવકનું મોત, ફરાર ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે ખેતરમાં પાણી વાળતાં ખેડૂતે અચાનક ધડાકાનો અવાજ સાંભળતાં રોડ પર દોડી આવ્યા હતા. જ્યાં જોતાં એક યુવક મરણ ગયેલ હાલતમાં પડ્યો હતો. આ સાથે થોડે દૂર એક કાર ઝાડ સાથે અથડાઇને પલટી ખાઇ ગયેલ
 
અકસ્માત@થરાદ: મધરાતે કારની ટક્કરે અજાણ્યાં યુવકનું મોત, ફરાર ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે ખેતરમાં પાણી વાળતાં ખેડૂતે અચાનક ધડાકાનો અવાજ સાંભળતાં રોડ પર દોડી આવ્યા હતા. જ્યાં જોતાં એક યુવક મરણ ગયેલ હાલતમાં પડ્યો હતો. આ સાથે થોડે દૂર એક કાર ઝાડ સાથે અથડાઇને પલટી ખાઇ ગયેલ હાલતમાં પડી હતી. જોકે તેમાં કોઇ વ્યક્તિ બેસેલ ન હોવાથી ચાલક ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ હતુ. ઘટનાને લઇ ખેડૂતે અજાણ્યાં ફરાર કારચાલક સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે શિવરામભાઇ પટેલ અને ભેમજીભાઇ પટેલ ખેતરમાં પાણી વાળી રહ્યાં હતા. આ દરમ્યાન અચાનક રોડ પર ધડાકાનો અવાજ સાંભળી બંને દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં રોડ ઉપર આવી તપાસ કરતાં અંદાજીત 25 વર્ષિય યુવક મૃત હાલતમાં પડ્યો હતો. આ સાથે તેના શરીરે જોતાં કમરના ભાગે તથા ડાબા પગે એક્સિડન્ટમાં ઇજાઓ થતાં ફેક્રચર થયાનું જણાયુ હતુ. જેને લઇ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી.

અકસ્માત@થરાદ: મધરાતે કારની ટક્કરે અજાણ્યાં યુવકનું મોત, ફરાર ચાલક સામે FIR
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંને ખેડૂતોએ તપાસ કરતાં મૃતકની લાશથી થોડેક દૂર એક કાર ઝાડ સાથે અથડાઇને પલટી ખાઇ ગયેલ હાલતમાં પડી હતી. જ્યાં તપાસ કરતાં આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ગાડીનો ચાલક પણ અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિક ખેડૂતે અજાણ્યાં ફરાર કારચાલક સામે થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસી 297, 338, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.