અકસ્માત@ઊંઝા: મધરાત્રે બેફામ કારની ટક્કરે બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,ઊંઝા ઊંઝા તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. રવિવારે મોડીરાત્રે ઘરેથી બાઇક લઇ હોટલે ચા લેવા જતાં યુવકને એક બેફામ કારે ટક્કર મારી હતી. જેને લઇ બાઇક ફંગોળાઇ ગયા બાદ ઇજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જોકે અકસ્માત સર્જીને ચાલક કાર સ્થળ પર મુકી નાસી ગયા
 
અકસ્માત@ઊંઝા: મધરાત્રે બેફામ કારની ટક્કરે બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,ઊંઝા

ઊંઝા તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. રવિવારે મોડીરાત્રે ઘરેથી બાઇક લઇ હોટલે ચા લેવા જતાં યુવકને એક બેફામ કારે ટક્કર મારી હતી. જેને લઇ બાઇક ફંગોળાઇ ગયા બાદ ઇજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જોકે અકસ્માત સર્જીને ચાલક કાર સ્થળ પર મુકી નાસી ગયા બાદ મૃતકના કાકાએ ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઉનાવાની કમાણીયા શેરીમાં રહેતાં નવનીતકુમાર રમેશભાઇ પટેલ રવિવારે રાત્રે આશરે દોઢેક વાગ્યે ઘરેથી બાઇક લઇ નિકળ્યાં હતા. ચૂંટણી હોઇ તેઓ ચા-નાસ્તો લેવા સાહીલ હોટલ પર જાય તે પહેલાં વરના ગાડીના ચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં યુવક ફંગોળાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ તેમનું મોત થયુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ઉનાવામાં બેફામ ડ્રાઇવિંગ કરી કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ફંગોળાયું હતુ. જેમાં યુવક નીચે પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. ઘટનાની જાણ થતાં મૃતકના કાકા રાકેશકુમાર અમરતલાલ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. આ તરફ અકસ્માત સર્જીને કાર સ્થળ પર મુકી ફરાર થઇ જનારા ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઉનાવા પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.