અકસ્માત@વડનગરઃ બાઇક અને વાન વચ્ચે ગમખ્વાર ટક્કર, એકનું મોત

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર) આજે સવારે 11 વાગ્યાના સુમારે વડનગરની આઇટીઆઇ ચોકડીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પલ્સર બાઇક અને સામે વાન ચાલકે ભયંકર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે વડનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ
 
અકસ્માત@વડનગરઃ બાઇક અને વાન વચ્ચે ગમખ્વાર ટક્કર, એકનું મોત

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર)

આજે સવારે 11 વાગ્યાના સુમારે વડનગરની આઇટીઆઇ ચોકડીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પલ્સર બાઇક અને સામે વાન ચાલકે ભયંકર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે વડનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

અકસ્માત@વડનગરઃ બાઇક અને વાન વચ્ચે ગમખ્વાર ટક્કર, એકનું મોત

મહેસાણા જીલ્લાના વડનગર શહેરની આઇટીઆઇ પાસે સવારે અકસ્માતની દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મુળ ગોઠવાનો વતની કમલેશ ઠાકોર પોતાના કામકાજ અર્થે જઇ રહ્યો હતો. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતા મારૂતિ વાનના ચાલકે ટક્કર મારી દીધી હતી. જેનાથી બાઇક ચાલક યુવક રસ્તા પર પટકાઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અકસ્માત@વડનગરઃ બાઇક અને વાન વચ્ચે ગમખ્વાર ટક્કર, એકનું મોત

અકસ્માતમાં બાઇક ચાલક કમલેશ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતથી મારૂતિ વાન ગાડીનો કેટલોક ભાગ અત્યંત તુટી ગયો હતો. દુર્ઘટનાથી મૃતક કમલેશ ઠાકોરના પરિવારમાં જાણે આભ ફાટી પડ્યું છે. સુત્રોએ જણાવ્યું હતુ કે અકસ્માતને પગલે એકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ અને અન્ય એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.