અકસ્માત@વડોદરાઃ MPમાં ફરવા ગયેલ પરિવારને કાર રેતીના ડમ્પરમાં ઘૂસી જતાં 4ના મોત

અટલ સમાચાર, ડેસ્ક વડોદરાની એક કારને મધ્ય પ્રદેશના ધાર શહેર પાસે નડેલા અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરુષનું મોત થયું છે. મૃતકોમાં પતિ-પત્ની અને બે સગી બહેનોનો સમાવેશ થાય છે. આ બનાવમાં કાર ચલાવી રહેલો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કાર રસ્તાની બાજુમાં ઉભેલા રેતીના ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. વડોદરામાંથી કુલ 11 લોકો બે
 
અકસ્માત@વડોદરાઃ MPમાં ફરવા ગયેલ પરિવારને કાર રેતીના ડમ્પરમાં ઘૂસી જતાં 4ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાની એક કારને મધ્ય પ્રદેશના ધાર શહેર પાસે નડેલા અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરુષનું મોત થયું છે. મૃતકોમાં પતિ-પત્ની અને બે સગી બહેનોનો સમાવેશ થાય છે. આ બનાવમાં કાર ચલાવી રહેલો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કાર રસ્તાની બાજુમાં ઉભેલા રેતીના ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. વડોદરામાંથી કુલ 11 લોકો બે કાર લઈને નીકળ્યા હતા. જેમાંથી એક કારને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમાસ નિમિત્તે તમામ લોકો ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં સ્નાન કરવા અને ત્યાર બાદ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા માટે ગયા હતા. તમામ લોકોએ શરૂઆતમાં ઓમકારેશ્વર જવાનું નક્કી કર્યું હતું. જોકે, રસ્તામાં મન બદલાતા ઉજ્જૈન જવા માટેનો રૂટની પૂછપરછ કરી હતી. જોકે, આ દરમિયાન રસ્તામાં ફરીથી મન બદલાતા બંને કાર ઓમકારેશ્વર તરફ વાળી હતી. આ દરમિયાન એક કારને ધાર બાયપાસ પાસે અકસ્માત નડ્યો હતો.

અકસ્માત@વડોદરાઃ MPમાં ફરવા ગયેલ પરિવારને કાર રેતીના ડમ્પરમાં ઘૂસી જતાં 4ના મોત
file photo

મધ્ય પ્રદેશ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા, સુમિત્રા અને વર્ષાનો સમાવેશ થાય છે. જેમાંથી વર્ષા અને અમિષા બંને સગી બહેનો હતી. અકસ્માત નડ્યો તે કારને વર્ષાના પતિ ચલાવી રહ્યા હતા. જ્યારે કારમાં સવાર સુમિત્રાના પતિ અન્ય કારમાં સવાર હતા. કાર ચલાવી રહેલા પ્રવીણભાઈના સાઢુભાઈ દીપક ઠાકુરને બાદ કરતા તમામનાં મોત થયા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

એવી પણ માહિતી મળી છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ ફાટી ગઈ હતી. તેમજ ડમ્પરનું પાછળનું એંગલ ડ્રાઇવરની બાજુની સીટ સુધી પહોંચી ગયું હતું. આ ઉપરાંત કારનો એક દરવાજો પણ લોક થઈ ગયો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અકસ્માત બાદ રસ્તા પરથી પસાર થતા લોકો મદદ કરવાને બદલે ફોટો પાડતા રહ્યા હતા અને વીડિયો ઉતારતા રહ્યા હતા.