અકસ્માત@વાવ: કેનાલ નજીક ટ્રેક્ટર પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ પંથકના ગામ પાસે કેનાલ રોડ વચ્ચે ટ્રેક્ટરની પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે પંથકના ખેડૂતનો ભત્રીજો અને તેમનો સાળો બાઇક લઇને પરત ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન રાત્રીના સમયે કેનાલ પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક ઘુસી જતાં બંને ઇજાગ્રસ્ત બન્યાં હતા. જોકે એક
 
અકસ્માત@વાવ: કેનાલ નજીક ટ્રેક્ટર પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ પંથકના ગામ પાસે કેનાલ રોડ વચ્ચે ટ્રેક્ટરની પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે પંથકના ખેડૂતનો ભત્રીજો અને તેમનો સાળો બાઇક લઇને પરત ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન રાત્રીના સમયે કેનાલ પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક ઘુસી જતાં બંને ઇજાગ્રસ્ત બન્યાં હતા. જોકે એક યુવકનું સારવાર વચ્ચે મોત તો અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર ચાલુ છે. સમગ્ર મામલે વાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ઘરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવના મોરીખા-ડોડગામ કેનાલ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે કિરણ ધનજીભાઇ ઠાકોર(રહે.સેડવ, તા.સુઇગામ) અને તેમના સાળા વિક્રમભાઇ બળવંતભાઇ ઠાકોર(રહે.કોટડા, તા.દિયોદર) વાળાને અકસ્માત નડ્યો હતો. જેમાં તેમનું બાઇક આગળ ઉભેલાં ટ્રેક્ટરની પાછળ ઘુસી જતાં બંને ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ બંનેને તાત્કાલિક સારવાર અર્થે લઇ જતી વખતે ગંભીર ઇજાઓને કારણે કિરણ ઠાકોરનું રસ્તામાં જ મોત થયુ હતુ. આ તરફ વિક્રમભાઇને ગંભીર ઇજાઓ હોઇ તેમની સારવાર ચાલુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. રાત્રીના સમયે ટ્રેક્ટરની પાછળ બાઇક ઘુસી જતાં એક યુવકનું મોત થયુ છે. આ તરફ અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વાવ પોલીસે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.