અકસ્માત@વિજાપુર: કાર ચાલકે મજૂરીએ જતી મહિલાને મારી ટક્કર, 2 મોત થતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર વિજાપુર પંથકમાં એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઈકો ચાલકે પુરપાટ ઝડપે ચલાવતાં મહિલાઓને હડફેટે લીધી હતી. જેમાં ઘટનાસ્થળે જ બંને મહિલાનું મોત થતાં પરિવારમાં હાહાકાર મચી ગયો છે. ગમખ્વાર અકસ્માતને પગલે ગ્રામજનો મોટીસંખ્યામાં ભેગા થઈ ગયા હતા. દુર્ઘટનાને પગલે પોલીસે મૃતકોનુ પોસ્ટમોર્ટમ કરવા દોડધામ કરી હતી. આ
 
અકસ્માત@વિજાપુર: કાર ચાલકે મજૂરીએ જતી મહિલાને મારી ટક્કર, 2 મોત થતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુર પંથકમાં એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઈકો ચાલકે પુરપાટ ઝડપે ચલાવતાં મહિલાઓને હડફેટે લીધી હતી. જેમાં ઘટનાસ્થળે જ બંને મહિલાનું મોત થતાં પરિવારમાં હાહાકાર મચી ગયો છે. ગમખ્વાર અકસ્માતને પગલે ગ્રામજનો મોટીસંખ્યામાં ભેગા થઈ ગયા હતા. દુર્ઘટનાને પગલે પોલીસે મૃતકોનુ પોસ્ટમોર્ટમ કરવા દોડધામ કરી હતી. આ સાથે આરોપી વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામે ગોઝારો અકસ્માત થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઈકોચાલકે રસ્તા પરથી પસાર થતી બે મહિલાને મોતની ટક્કર મારી હતી. સીતાબેન નટવરભાઈ ચમાર તથા ખેમીબેન નારાયણભાઈ ચમાર ચાલતાં ખેતરે મજુરી અર્થે જઈ રહ્યા હતા. આ દરમ્યાન અજાણ્યા ઈકો ચાલકે જીવ જોખમાય તેવી રીતે વાહન હંકારી બન્ને મહિલાને હડફેટે લીધી હતી. આ ભયાનક ટક્કરમાં બન્ને મહિલાઓને માથાના તેમજ શરીરના ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંને મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

ઘટનાની જાણ પીડીત પરિવારને થતા તેઓ તુરંત અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ઈકો ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આરોપીએ ઈકો વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થયો હોઇ વાહન નંબર નોંધી પોલીસ કાર્યવાહી શરૂ થઇ છે. જેના આધારે મૃચકના પરીજને ઈકોના ડ્રાઈવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. વસઈ પોલીસે અજાણ્યા ડ્રાઈવર વિરૂધ્ધ આઈપીસી કલમ 279, 304એ તથા મોટર વ્હીકલ એક્ટ 177,184,134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.