અકસ્માત@વિજાપુર: કુદરતી હાજતે જતી મહિલાને કારે અડફેટે લેતાં મોત, ફરાર ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર વિજાપુર તાલુકાના ગામે હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મહિલા કુદરતી હાજતે ગયા તે દરમ્યાન આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં કોઇ અજાણ્યાં વાહન ચાલકે મહિલાને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ અચાનક રોડ પરનો અવાજ સાંભળી
 
અકસ્માત@વિજાપુર: કુદરતી હાજતે જતી મહિલાને કારે અડફેટે લેતાં મોત, ફરાર ચાલક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુર તાલુકાના ગામે હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મહિલા કુદરતી હાજતે ગયા તે દરમ્યાન આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં કોઇ અજાણ્યાં વાહન ચાલકે મહિલાને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ અચાનક રોડ પરનો અવાજ સાંભળી પરિવાર બહાર આવતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં મહિલાને સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે રોડ ઉપર એક કાર બિનવારસી હાલતમાં પડી હોઇ તેને જ ટક્કર મારી હોવાનુ સામે આવતાં મૃતકના જમાઇએ ફરાર ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગામમાં રહેતાં લીલાબેન રેણાભાઈ સરાણીયા સાંજના સમયે કુદરતી હાજતે જઈ રહ્યાં હતા. આ દરમ્યાન તેમના ઘરની નજીક જ કોઈ અજાણ્યાં વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ટક્કરના અવાજથી આસપાસના લોકો તુરંત ભેગા થઈ ગયા બાદ 108 એમ્બ્યુલન્સને ફોન કરી ઘટના સ્થળે બોલાવી દીધી હતી. આ તરફ ઘટના સ્થળે ઘાયલ મહિલાની બોડી પાસે એક સફેદ કલરની ટોયોટા કંપનીની ઈટીઓસ કાર પડી હતી. જોકે ડ્રાઈવર કાર મુકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટના બાદ મહિલાને એમ્બ્યુલન્સ મારફતે વિજાપુર સિવીલ હોસ્પીટલે ખસેડાઈ હતી. જોકે માથાના તથા શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજાઓ થઈ હોવાથી ખુબ લોહી વહી જતાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. ગફલતભરી રીતે બીજાનો જીવ જોખમાય એવી રીતે કાર ચલાવી અજાણ્યા શખ્સે મહિલાને ટક્કર મારી મોત નિપજાવી પોતાનું વાહન ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. જેથી કાર ચાલક વિરૂધ્ધ વિજાપુર પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 279, 304એ તથા મો.વ્હિ.એ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.