દુર્ઘટના@વિસનગર: હાઇવે પર સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે જ મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગરના ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસે બેફામ સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસે વાલમ જવા માટે એક્ટિવાચાલકે ટર્ન મારતાં પાછળથી આવતી બેફામ સ્કોર્પિયોએ તેમને અડફેટે લીધા હતા. જોકે એક્ટિવાચાલકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ તેમનું મોત થયુ હતુ. આ તરફ
 
દુર્ઘટના@વિસનગર: હાઇવે પર સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે જ મોત, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગરના ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસે બેફામ સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસે વાલમ જવા માટે એક્ટિવાચાલકે ટર્ન મારતાં પાછળથી આવતી બેફામ સ્કોર્પિયોએ તેમને અડફેટે લીધા હતા. જોકે એક્ટિવાચાલકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ તેમનું મોત થયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને સ્કોર્પિયો ચાલક સ્થળ પર ગાડી મુકી નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે મૃતકના સગાએ ફરાર સ્કોર્પિયો ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે ભાન્ડુ બસ સ્ટેન્ડ પાસે સ્કોર્પિયો કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયુ છે. પ્રાથમિક તપાસમાં મૃતક વ્યક્તિ જોટાણા તાલુકાના ઇજપુરા ગામના વિઠાભાઇ બાબરભાઇ રબારી હોવાનું ખુલ્યુ છે. ગઇકાલે સાંજના સમયે તેઓ મહેસાણાથી વાલમ જઇ રહ્યા હોઇ ભાન્ડુ બસ સ્ટેન્ડથી વાલમ તરફ વળવું હોઇ એક્ટિવા ધીમી કરી હતી. આ દરમ્યાન પાછળથી મહેસાણા તરફથી આવતી બેફામ સ્કોર્પિયોએ તેમને અડફેટે લેતાં મોત થયુ છે.

દુર્ઘટના@વિસનગર: હાઇવે પર સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે જ મોત, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા-પાલનપુર હાઇવે પર અવાન-નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ગઇકાલે સાંજના સમયે ભાન્ડુ પાસે સર્જાયેલાં અકસ્માતમાં એક્ટિવાચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદમાં 108ને બોલાવતાં તબીબ દ્રારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મૃતકના કુટુંબી ભત્રીજા કાનજીભાઇ રબારીએ ફરાર સ્કોર્પિયો ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.