અકસ્માત@વિસનગર: બેફામ કારની ટક્કરે એક્ટિવાચાલકને ગંભીર ઇજા, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર શહેરમાં અજાણ્યાં વાહને એક્ટિવાને ટક્કર માર્યા બાદ ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સાંજે શહેરની કાંસા ચોકડી પાસેથી પસાર થતાં એક્ટિવાચાલકને અજાણ્યાં કારચાલકે ટક્કર મારી હતી. જોકે ટક્કર માર્યા બાદ કારચાલક સ્થળ પરથી નાસી છુટ્યા બાદ સ્થાનિકોએ દોડી આવી ચાલકને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં વિસનગરમાં પ્રાથમિક સારવાર
 
અકસ્માત@વિસનગર: બેફામ કારની ટક્કરે એક્ટિવાચાલકને ગંભીર ઇજા, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર શહેરમાં અજાણ્યાં વાહને એક્ટિવાને ટક્કર માર્યા બાદ ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સાંજે શહેરની કાંસા ચોકડી પાસેથી પસાર થતાં એક્ટિવાચાલકને અજાણ્યાં કારચાલકે ટક્કર મારી હતી. જોકે ટક્કર માર્યા બાદ કારચાલક સ્થળ પરથી નાસી છુટ્યા બાદ સ્થાનિકોએ દોડી આવી ચાલકને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં વિસનગરમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલકનું વધુ સારવાર વચ્ચે મોત થતાં મૃતકના ભાઇએ અજાણ્યાં કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયાની ઘટના સામે આવી છે. શહેરની શેરડીનગર સોસાયટીમાં રહેતાં સુથાર પરેશકુમાર જયંતિલાલ(ઉ.વ.43) એક્ટિવા લઇ કાંસા ચોકડીથી પાલડી ચોકડી તરફ જતાં હતા. આ દરમ્યાન અચાનક એક બેફામ બનેલી કારે તેમની ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેથી સ્થાનિકોએ તેમને તાત્કાલિક વિસનગરની નુતન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ તરફ ગંભીર ઇજો હોઇ તેમને વધુ સારવાર અર્થે મહેસાણાની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ મોત થયુ છે.

અકસ્માત@વિસનગર: બેફામ કારની ટક્કરે એક્ટિવાચાલકને ગંભીર ઇજા, સારવાર દરમ્યાન મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં વધતાં જતાં અકસ્માતના બનાવોમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગઇકાલે સાંજના સમયે સ્થાનિક એક્ટિવાચાલકને અજાણ્યાં કારચાલકે ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. જે બાદમાં મહેસાણાની વાયબ્રન્ટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે મૃતકના ભાઇ વિક્રમકુમાર સુથારે અજાણ્યાં કારચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.