અકસ્માત@વડાલી: અજાણ્યાં વાહનની ટક્કરે સાયકલચાલકનું ઘટનાસ્થળે જ મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી ખેડબ્રહ્મા તાલુકાના ગામે સાયકલ લઇ પસાર થતાં મજૂર યુવાનને અજાણ્યાં વાહને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. પંથકમાં ખેતમજૂરી કરી રહેતાં પરિવારના મોભી ગઇકાલે બપોરે પોતાના ગામ તરફ સાયકલ લઇને જઇ રહ્યાં હતા. આ દરમ્યાન મોતીનગરના સોલાર પ્લાન્ટ પાસે અજાણ્યાં વાહનની ટક્કરે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત
 
અકસ્માત@વડાલી: અજાણ્યાં વાહનની ટક્કરે સાયકલચાલકનું ઘટનાસ્થળે જ મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી

ખેડબ્રહ્મા તાલુકાના ગામે સાયકલ લઇ પસાર થતાં મજૂર યુવાનને અજાણ્યાં વાહને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. પંથકમાં ખેતમજૂરી કરી રહેતાં પરિવારના મોભી ગઇકાલે બપોરે પોતાના ગામ તરફ સાયકલ લઇને જઇ રહ્યાં હતા. આ દરમ્યાન મોતીનગરના સોલાર પ્લાન્ટ પાસે અજાણ્યાં વાહનની ટક્કરે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત થયુ છે. આ તરફ સ્થાનિકો ચર્ચાઓ મુજબ એક છોટાહાથીનો ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. મૃતકની પત્નિએ ફરાર છોટાહાથીના ચાલક સામે વડાલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ડોડીવાડા ગામનો પરિવાર વરતોલ કંપા ગામે ખેતમજૂરી કરી રહે છે. કરતાં યુવાનનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. ગઇકાલે પ્રકાશભાઇ બુબડીયા પોતાના ગામે મકાન બનાવવાનું હોવાથી વરતોલ કંપાથી ડોડીવાડા જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન મોતીનગર પાસેના સોલાર પ્લાન્ટના દરવાજા નજીક તેમને અજાણ્યાં વાહને ટક્કર મારી હતી. જે બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વડાલી હોસ્પિટલમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં વાહનની ટક્કરે ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સ્થાનિક ચર્ચાઓ અને ફરીયાદ મુજબ સિમેન્ટ મીક્ષીંગનું મશીન લગાવેલ પીળાશ પડતાં કલરનું છોટાહાથી ધરોઇથી વડાલી તરય આવતુ હતુ અને તેને સાયકલ ચાલકને ટક્કર મારી ફરાર થઇ ગયુ હતુ. જેને લઇ મૃતકના પત્નિએ સ્થાનિક ચર્ચાઓ મુજબ ફરાર અજાણ્યાં ફરાર છોટાહાથીના ચાલક સામે વડાલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • મૃતકનું નામ: પ્રકાશભાઇ શંકરભાઇ બુબડીયા