હિસાબ@ઊંઝા: યુવકના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ઉભી કરી, 3 વેપારી વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા ઊંઝામાં એક યુવકને પોતાની પેઢીમાં નોકરી રાખી તેના ડોક્યુમેન્ટનો જાણ બહાર ઉપયોગ કરી ખોટી પેઢી ઉભી કરી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. યુવકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી બેંકમાં ખાતુ ખોલાવ્યા બાદ બેનામી સંપત્તિના ટ્રાન્ઝેક્શન કરી ટેક્ષ ચોરી કરી હોવાનો ઉલ્લેખ ફરીયાદમાં કરતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદી યુવકે ત્રણ
 
હિસાબ@ઊંઝા: યુવકના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ઉભી કરી, 3 વેપારી વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝામાં એક યુવકને પોતાની પેઢીમાં નોકરી રાખી તેના ડોક્યુમેન્ટનો જાણ બહાર ઉપયોગ કરી ખોટી પેઢી ઉભી કરી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. યુવકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી બેંકમાં ખાતુ ખોલાવ્યા બાદ બેનામી સંપત્તિના ટ્રાન્ઝેક્શન કરી ટેક્ષ ચોરી કરી હોવાનો ઉલ્લેખ ફરીયાદમાં કરતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદી યુવકે ત્રણ લોકોના નામજોગ ઊંઝા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ડાભી ગામના હિમાંશુ દિનેશભાઇ રાવળે ત્રણ લોકો સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. વર્ષ 2018માં ઊંઝાની રસમ એગ્રો નામની ઓફીસમાં ઓફીસબોય તરીકે નોકરી કરતાં દરમ્યાન હિમાંશુના આધારકાર્ડની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો કેતુલભાઇએ લીધો હતો. જે બાદમાં ગંજબજારની માં દુર્ગા નામની પેઢીમાં તેઓ નોકરી લાગ્યા હતા. જ્યાં કેતુલભાઇ અને રૂત્વિકભાઇ બેંકના ચેક આપતાં જે બાદમાં હિમાંશુ તે ચેક બેંકમાં વટાવી અને પૈસા મેળવી ચેતનભાઇને આપતો હતો. આ દરમ્યાન એકાદ મહીના પછી પેઢીમાં બનતા બીલો બાળોજ એગ્રોના નામના અને તેમાં પ્રિન્ટેડ સહી હિમાંશુના નામની થતી હોઇ આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

હિસાબ@ઊંઝા: યુવકના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ઉભી કરી, 3 વેપારી વિરૂધ્ધ ફરીયાદ

આ દરમ્યાન હિમાંશુને ખબર પડી હતી કે, તેની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી આરોપીઓએ ભેગામળી થરાદની એયુસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હિમાંશુના નામનું કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. જેમાં તેમની ખોટી સહી હોવાનું પણ સામે આવતાં હિમાંશુ ચોંકી ગયા હતા. આ દરમ્યાન તેમને બીજા પાર્ટનરોને તેમના નામ બીલ બનાવવાની તેમજ બેંક ખાતુ બંધ કરવાની વાત કરતાં આરોપીઓને ના પાડી ધમકી આપી હોવાનો ફરીયાદીમાં ઉલ્લેખ કર્યો છે. આ તરફ 30-05-2020ના રોજ હિમાંશુના ઘરે જી.એસ.ટી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ આવી હિમાંશુના નામે બાળોજ એગ્રો પેઢી ચાલતી હોઇ નિવેદન લીધુ હતુ.

હિસાબ@ઊંઝા: યુવકના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ઉભી કરી, 3 વેપારી વિરૂધ્ધ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હિમાંશુએ તપાસ કરતાં જાણવા મળ્યુ હતુ કે, કેતુલભાઇ પટેલ અને રૂત્વિકભાઇ પટેલે મહેસાણા ઇન્ડુસ બેંક તથા પાટણ એયુ સ્મોલ નામની બેંકમાં ખાતા ખોલાવેલ છે. જેમાં ડોક્યુમેન્ટ ઠાકોર બચુજી ઇશ્વરજી, રહે. ઉનાવા, ઊંઝાવાળાના તેઓની જાણ બહાર આપેલ છે. આ સાથે તેઓ હાલમાં મરણ પામેલ જેથી ઉપરોક્ત ઇસમોએ તેઓની પેઢીમાં હિમાંશુને નોકરી રાખી તેનું આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી ફોટાનો તેમની જાણ બહાર ખોટી પેઢી ઉભી કર્યાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેથી હિમાંશુએ તમામ આરોપીઓ સામે ખોટી સહી કરી, કરન્ટ ખાતું ખોલાવી તે ખાતામાં બેનામી સંપત્તિના ટ્રાન્ઝેક્શન કરી કરાવી ટેક્ષ ચોરી કરવાના ઇરાદાથી સરકારને આર્થિક રીતે નુકશાન પહોંચાડવાના અથવા તો કોઇ અંગત આર્થિક ફાયદા સારૂ પૂર્વે આયોજીત કાવતરૂ રચી ટેક્ષ ચોરી કરી હોવાની ફરીયાદ દાખલ કરાવી છે. ઊંઝા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસીની કલમ 420, 423, 465, 467, 468, 471, 120B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. પટેલ કેતુલભાઇ બીપીનભાઇ, ગામ-ઊંઝા(હરીકૃપા સોસાયટી) જી.મહેસાણા
  2. પટેલ રૂત્વિકભાઇ શરદભાઇ, ગામ-ઊંઝા, જી. મહેસાણા
  3. પટેલ ચેતનદાસ, ગામ- ઊંઝા, જી. મહેસાણા