સિદ્ધિ@દેશ: હવે અવકાશમાં નજર રાખશે ISROનો નવો ચોકીદાર, EOS 03 સેટેલાઈટ છોડાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ આજે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ભારતે 75 માં સ્વાતંત્ર્ય દિવસ અગાઉ અવકાશ જગતમાં એક નવી છલાંગ લગાવી હતી. હવે અવકાશમાંથી દેશ પર નજર રાખી શકાશે. ખરેખર આ પૃથ્વી પર ધ્યાન રાખવા માટે દેશનો પહેલો ઉપગ્રહ છે. ભારત દ્વારા આવતીકાલે EOS 03 સેટેલાઈટ છોડવામાં આવશે.
 
સિદ્ધિ@દેશ: હવે અવકાશમાં નજર રાખશે ISROનો નવો ચોકીદાર, EOS 03 સેટેલાઈટ છોડાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ આજે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ભારતે 75 માં સ્વાતંત્ર્ય દિવસ અગાઉ અવકાશ જગતમાં એક નવી છલાંગ લગાવી હતી. હવે અવકાશમાંથી દેશ પર નજર રાખી શકાશે. ખરેખર આ પૃથ્વી પર ધ્યાન રાખવા માટે દેશનો પહેલો ઉપગ્રહ છે. ભારત દ્વારા આવતીકાલે EOS 03 સેટેલાઈટ છોડવામાં આવશે. હવે ભારતની તાકાતમાં વધારો થશે અને ભારત ચક્રવાત જેવી આપત્તિઓ સામે નજર રાખવા સક્ષમ બની શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇસરોએ આપેલ માહિતી અનુસાર જીઓ સિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ એફ 10 દ્વારા EOS 03 સેટેલાઈટ છોડવા માટે આજે સતીશ ધવન સ્પેસ સેંટર હરિકોટા ખાતે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આવતીકાલે ISRO ના સતિષ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી ભારતનો આ વિશેષ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. જીઓ સિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ એફ 10 દ્વારા લોન્ચ થનાર આ સેટેલાઈટ વહેલી સવારે પાંચ વાગ્યે અને 43 મિનિટે લોન્ચ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસરો દ્વારા અગાઉ સમય અને દિવસ 11 તારીખનો પસંદ કરાયો હતો પરંતુ ત્યાર બાદ તેને બદલીને 12 તારીખ કરી દેવામાં આવી હતી. આ ઉપગ્રહ એટલા માટે ખાસ છે કે તે દિવસમાં ચારથી પાંચ તસવીરો સમગ્ર દેશની લઈ શકશે. હવામાન સંબંધિત મુખ્ય ડેટા મોકલી શકશે અને ચક્રવાત જેવી આપત્તિઓ સામે આગોતરી માહિતી આપશે.