આક્રોશ@ગાંધીનગર: યુવતિની હત્યા મામલે ન્યાય મેળવવા આજે દલિત મહાસંમેલન

અટલ સમાચાર, ગાંધીનગર (પ્રિયકાન્ત શ્રીમાળી) મોડાસાની સાયરા ગામની યુવતી શંકાસ્પદ મોત હજુ સૂધી આરોપી ન પકડતા અને પોલીસ ગંભીર રીતે કામ કરતી ન હોવાના આરોપ સાથે આજે ગાંધીનગર આંબેડકર હોલમાં દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. સમાજના આગેવાનનો આરોપ છે કે પોલીસની નિષ્ક્રિય ભૂમિકાને કારણે યુવતિનું મોત થયું હોવાનો પણ તેઓ આરોપ લગાવે છે. અટલ
 
આક્રોશ@ગાંધીનગર: યુવતિની હત્યા મામલે ન્યાય મેળવવા આજે દલિત મહાસંમેલન

અટલ સમાચાર, ગાંધીનગર (પ્રિયકાન્ત શ્રીમાળી) 

મોડાસાની સાયરા ગામની યુવતી શંકાસ્પદ મોત હજુ સૂધી આરોપી ન પકડતા અને પોલીસ ગંભીર રીતે કામ કરતી ન હોવાના આરોપ સાથે આજે ગાંધીનગર આંબેડકર હોલમાં દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. સમાજના આગેવાનનો આરોપ છે કે પોલીસની નિષ્ક્રિય ભૂમિકાને કારણે યુવતિનું મોત થયું હોવાનો પણ તેઓ આરોપ લગાવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આક્રોશ@ગાંધીનગર: યુવતિની હત્યા મામલે ન્યાય મેળવવા આજે દલિત મહાસંમેલન
File Photo

અરવલ્લી જીલ્લાના મોડાસાના સાયરા દધાલિયા રોડ પર વડલા પરથી એક યુવતીની લાશ લટકાવેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતી 31મી ડિસેમ્બરનાં રોજ ગૂમ થઇ ગઇ હતી. પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકાવેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. પરિવારનો આક્ષેપ છે કે આ યુવતી પર દુષકર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આક્રોશ@ગાંધીનગર: યુવતિની હત્યા મામલે ન્યાય મેળવવા આજે દલિત મહાસંમેલન
આ ઘટનામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ ઘટનામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં એવી માગણી કરાઈ છે કે, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ફરજમાં બેદરકારી દાખવનારા એસપી મયૂર પાટીલ અને પીઆઈ એન.કે. રબારીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરવામાં આવે. આ બનાવમાં સાત દિવસમાં જો પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

આક્રોશ@ગાંધીનગર: યુવતિની હત્યા મામલે ન્યાય મેળવવા આજે દલિત મહાસંમેલન
File Photo

આ ઘટનામાં ખૂહ હોબાળો થયા બાદ મોડાસાના ત્રણ શખ્શો બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર હાજર થયા હતા. તેમણે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં સરન્ડર કર્યુ હતું જ્યાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે. નોંધનિય છે કે, મોડાસાની સાયરા ગામની યુવતી શંકાસ્પદ મોત હજુ સૂધી આરોપી ન પકડતા અને પોલીસ ગંભીર રીતે કામ કરતી ન હોવાના આરોપ સાથે આજે ગાંધીનગર આંબેડકર હોલમાં દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.