આક્રોશ@સુઇગામ: મોડાસા કેસમાં આરોપીઓને ફાંસીની સજા કરો: દલિત સંગઠન

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) મોડાસામાં અનુસુચિત જાતિની દીકરીના હત્યારાઓને ફાંસીની સજા આપવા સુઇગામ દલિત સંગઠન દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આ સાથે તેમને લોકરક્ષક ભરતી પ્રક્રીયામાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને થયેલા અન્યાય બાબતે પણ ઘટતું કરવા માંગ કરી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અટલ સમાચાર
 
આક્રોશ@સુઇગામ: મોડાસા કેસમાં આરોપીઓને ફાંસીની સજા કરો: દલિત સંગઠન

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

મોડાસામાં અનુસુચિત જાતિની દીકરીના હત્યારાઓને ફાંસીની સજા આપવા સુઇગામ દલિત સંગઠન દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આ સાથે તેમને લોકરક્ષક ભરતી પ્રક્રીયામાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને થયેલા અન્યાય બાબતે પણ ઘટતું કરવા માંગ કરી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકા મામલતદારને આજે વિવિધ મુદ્દે દલિત સંગઠન દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગામની દલિત યુવતિ ગુમ થયા બાદ તેની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી હતી. જેને લઇ દલિત સમાજ અને અન્ય સમાજોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવતિના હત્યારાઓને ફાંસીની સજા થાય તે માટે આજે બનાસકાંઠા જીલ્લા દલિત સંગઠનના સુઇગામ એકમ દ્રારા દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આક્રોશ@સુઇગામ: મોડાસા કેસમાં આરોપીઓને ફાંસીની સજા કરો: દલિત સંગઠન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુઇગામ દલિત સંગઠન દ્રારા આવેદનપત્રમાં યુવતિના હત્યારાને ફાંસી અને એલઆરડી ભરતીમાં અન્યાય બાબતે જણાવાયુ છે. આ સાથે પોલીસ ભરતીમાં થયેલા અન્યાયને લઇ ઘટતું કરવામાં જણાવાયુ છે. નોંધનિય છે કે, મોડાસાની યુવતિનો મૃતદેહ મળ્યા બાદ ભારે અજંપાભરી સ્થિતિ વચ્ચે ભારે સમજાવટને અંતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.