આક્રોશ@સુઇગામ: માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર) સુઇગામ પંથકની માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડુતો લાલઘૂમ બન્યા છે. સોનેથ વિસ્તારના ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી વહેલામાં વહેલી તકે કેનાલ કાયમી ધોરણે ચાલુ કરાવવા અને પાણી છોડાવવા માંગ કરી છે. આ સાથે વીજીલન્સ ટીમ દ્રારા તપાસ કરાવી નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનાવેલ કેનાલોમાં ભ્રષ્ટાચાર બાબતે આરોપીઓ સામે
 
આક્રોશ@સુઇગામ: માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)

સુઇગામ પંથકની માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડુતો લાલઘૂમ બન્યા છે. સોનેથ વિસ્તારના ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી વહેલામાં વહેલી તકે કેનાલ કાયમી ધોરણે ચાલુ કરાવવા અને પાણી છોડાવવા માંગ કરી છે. આ સાથે વીજીલન્સ ટીમ દ્રારા તપાસ કરાવી નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનાવેલ કેનાલોમાં ભ્રષ્ટાચાર બાબતે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

આક્રોશ@સુઇગામ: માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આક્રોશ@સુઇગામ: માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડૂતોની માંગ

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં તીડ આક્રમણ બાદ વારંવાર કેનાલો તુટવાના બનાવો સામે આવતા હોય છે. તાલુકાના સોનેથ પંથકના ખેડુતોને સિંચાઇના પાણી માટે માઇનોર કેનાલો કાયમી ધોરણે શરૂ હોવી જરૂરી છે. જેને લઇ ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સોનેથ ડીસ્ટ્રીબ્યુટરી, સોનેથ-1 અને સોનેથ-2 માઇનોર કેનાલો કાયમી ધોરણે શરૂ કરવા અને પાણી છોડવા માંગ કરી છે.

આક્રોશ@સુઇગામ: માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડૂતોની માંગ

ખેડૂતોએ રજૂઆતમા જણાવ્યુ છે કે, સરહદી તાલુકાઓ સુઇગામ, વાવ, થરાદમાં કોન્ટ્રાક્ટરો તેમજ નર્મદાના અધિકારીઓની મિલીભગતી બનાવાયેલ કેનાલોમાં છાશવારે ગાબડાં પડી રહ્યા છે. સુઇગામ તાલુકાના સોનેથ ગામેથી નીકળતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી આજુબાજુના ગામોમાં ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે તે માટે સોનેથ ગામે બનાવેલ ડ્રિસ્ટ્રીબ્યુટરી કેનાલ તેમજ માઇનોર કેનાલો બનાવ્યાને આજે લગભગ પાંચ વર્ષ ઉપરાંત થવા જાય છે. સોનેથ ગામે બનાવેલ સોનેથ ડ્રિસ્ટ્રબ્યુટરી કેનાલમાંથી નીકળતી સોનેથ માઇનોર 1 તેમજ સોનેથ માઇનોર 2 કેનાલો બનાવ્યાને વરસો વીતી ગયા છે. પરંતું આ કેનાલોમાં ક્યારેય પાણી છોડવામાં આવતું ન હોવાનું કેનાલો શોભાના ગાંઠીયા સમાન સુકીભઠ્ઠ પડી છે.

આક્રોશ@સુઇગામ: માઇનોર કેનાલો કાયમી ધોરણે ચાલુ કરાવવા ખેડૂતોની માંગ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સોનેથ માઇનોર કેનાલ બન્યાને પાંચ વર્ષ થવા આવ્યા છતાં પણ હજી સુધી તેમાં પાણી છોડવામાં આવ્યુ છે. જો આ માઇનોર કેનાલોમાં કાયમી ધોરણે પાણો છોડવામાં આવે તો છેવાડાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તેમ છે. આ સાથે સોનેથ ગામના 90થી 95 ટકા ખેડૂતોએ સિંચાઇનું પાણી મળી રહે તે માટે ખેતરોમાં કુવા(ચક) બનાવી મસમોટો ખર્ચ કરેલ છે. આમ છતાં પણ સિંચાઇ માટે પાણી નહિ મળતાં ખેડૂતો લાલઘૂમ બન્યા છે.