કૃત્ય@સાંતલપુર: ટોલટેક્ષના પાડોશી માર્ગનું નાળું તોડ્યું, ભારે વાહનોને ચોંકાવનારી નોબત

અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર પંથકમાં માર્ગ વાહન વ્યવહારની ગતિવિધિને લઇ મોટી ઘટના બની છે. સાંતલપુરથી પાલનપુર હાઇવેથી નજીકના સ્ટેટ માર્ગ બાબતે ચોંકાવનારૂ કૃત્ય સામે આવ્યુ છે. સિધાડાથી દાલડી તરફના રાજ્યમાર્ગ ઉપરનું નાળું અજાણ્યા ઇસમોએ તોડી પાડ્યું છે. જેના કારણે રીપેરીંગ થઇ સંપૂર્ણ પૂર્વવત થાય તે દરમ્યાન વાહન વ્યવહાર અટવાયો છે. નાના અને ભારે વાહનો માટે
 
કૃત્ય@સાંતલપુર: ટોલટેક્ષના પાડોશી માર્ગનું નાળું તોડ્યું, ભારે વાહનોને ચોંકાવનારી નોબત

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર પંથકમાં માર્ગ વાહન વ્યવહારની ગતિવિધિને લઇ મોટી ઘટના બની છે. સાંતલપુરથી પાલનપુર હાઇવેથી નજીકના સ્ટેટ માર્ગ બાબતે ચોંકાવનારૂ કૃત્ય સામે આવ્યુ છે. સિધાડાથી દાલડી તરફના રાજ્યમાર્ગ ઉપરનું નાળું અજાણ્યા ઇસમોએ તોડી પાડ્યું છે. જેના કારણે રીપેરીંગ થઇ સંપૂર્ણ પૂર્વવત થાય તે દરમ્યાન વાહન વ્યવહાર અટવાયો છે. નાના અને ભારે વાહનો માટે મહત્વનો ગણાતો ટોલટેક્ષનો પાડોશી માર્ગને ભયંકર હદે અસરગ્રસ્ત કર્યાના કૃત્યથી સ્થાનિકોમાં રોષ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કૃત્ય@સાંતલપુર: ટોલટેક્ષના પાડોશી માર્ગનું નાળું તોડ્યું, ભારે વાહનોને ચોંકાવનારી નોબત

પાટણ જીલ્લાના સાંતલપુર-રાધનપુર અને સુઇગામ પંથકને લગતી માર્ગ વાહન વ્યવહારના મોટા સમાચાર સામે આવ્યા છે. સાંતલપુરથી વાયા સિધાડા થઇને દાલડી તરફ જતો સ્ટેટ હાઇવેને નુકશાન કર્યાની ઘટના બની છે. ડાલડી નજીકનું નાળું કોઇ અજાણ્યા ઇસમોએ ઇરાદા કે ઇરાદા સિવાયના કારણસર તોડી પાડ્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. અગાઉના વર્ષોએ રાજ્ય માર્ગ મકાન વિભાગે મજબૂત રીતે તૈયાર કરેલું નાળું કોઇ સાધન કે ઓજારની મદદથી એક કે એકથી વધુ વ્યક્તિઓએ તોડી નાંખ્યુ છે. ઘટનાની જાણ થતાં રાધનપુર માર્ગ મકાન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી રીપેરીંગ કામ શરૂ કરાવ્યુ છે.

કૃત્ય@સાંતલપુર: ટોલટેક્ષના પાડોશી માર્ગનું નાળું તોડ્યું, ભારે વાહનોને ચોંકાવનારી નોબત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કચ્છ તરફથી રાધનપુર થઇને પાલનપુર કે અન્ય સ્થળ તરફ જતાં વાહનચાલકોને નેશનલ હાઇવે અનુકુળ છે. આ સાથે સાંતલપુરથી વાયા સિધાડા ટુ ડાલડી થઇને સુઇગામ, વાવ અને રાજસ્થાન સુધી જવાનો માર્ગ મળે છે. જેમાં અચાનક બે દિવસ અગાઉ ડાલડી નજીકના સ્ટેટ હાઇવે પર અજાણ્યા ઇસમોએ પહોંચી નાળાંનો વચ્ચેનો ભાગ તોડી નાંખ્યો હતો. જેના કારણે સિધાડાથી ડાલડી થઇને છેક રાજસ્થાન સુધી જતા ભારે વાહનો માટે ચોંકાવનારી આફત આવી છે. નાળાંના રીપેરીંગ કામ દરમ્યાન અને પછી ગુણવત્તાનો પ્રશ્ન આવતો હોઇ ભારે વાહનોને અણધારી નોબત બને તેવી સંભાવના છે.

પહેલા જેવી ગુણવત્તા ન હોવાથી ભારે વાહનોને સુચના અપાશે

સમગ્ર બાબતે રાધનપુર માર્ગ મકાનના નાયબ ઇજનેરે જણાવ્યુ હતુ કે, નાળું તોડી પાડ્યું હોવાની જાણ થતાં જ તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કર્યુ છે. આથી પોલીસ મથકે અરજી આપી જાણ કરી છે. આ સાથે આવતીકાલ સુધીમાં રસ્તા પર અવરજવર શરૂ થઇ જશે. જોકે નાળાંનો વચ્ચેનો ભાગ રીપેરીંગ કર્યા બાદ અગાઉ જેવી ગુણવત્તા અંગે પ્રશ્ન બની શકે છે. જેના કારણે ભારે વાહનો માટે પ્રતિબંધંક સંબંધિત સુચના આપતું બોર્ડ લગાવવાનું થશે. આવી સ્થિતિમાં માલવાહક વાહનોને વૈકલ્પિક માર્ગ પર જવાની નોબત આવે તેવી સ્થિતિ છે.