કાર્યવાહી@અમદાવાદ: લતીફના સંપર્કમાં આવેલો અને 26 ગુનાઓમાં આરોપી નજીર વોરા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અનેક સરકારી અને ખાનગી જમીનો પર બિલ્ડીંગ બાંધી ભાડું ખાતો નઝીર વોરા આખરે પકડાઇ ગયો છે. વેજલપુર પોલીસે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતાં વેજલપુર પોલીસે તેની પત્ની સાથે ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ નજીર વોરા સાસુના ઘરે છુપાયેલો હતો. પકડાયેલ નઝીર વોરા લતીફના સમય
 
કાર્યવાહી@અમદાવાદ: લતીફના સંપર્કમાં આવેલો અને 26 ગુનાઓમાં આરોપી નજીર વોરા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અનેક સરકારી અને ખાનગી જમીનો પર બિલ્ડીંગ બાંધી ભાડું ખાતો નઝીર વોરા આખરે પકડાઇ ગયો છે. વેજલપુર પોલીસે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતાં વેજલપુર પોલીસે તેની પત્ની સાથે ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ નજીર વોરા સાસુના ઘરે છુપાયેલો હતો. પકડાયેલ નઝીર વોરા લતીફના સમય થી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને 1994 ની સાલથી 26થી વધુ ગુના આચરી ચુક્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કુખ્યાત દંપતિ નઝીર વોરા અને તેની પત્નીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમા અનેક મિલકતો નઝીર વોરાએ કાયદેસર કરતા ગેરકાયદેસર વધુ બનાવી છે. નઝીર વોરાને બિલ્ડર, લેન્ડ માફિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં નઝીર વોરાએ જુહાપુરામાં અનેક ગેરકાયદે બાંધકામો કરી તેનું ભાડું ખાતો હતો. એટલું જ નહીં સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી પણ કરી છે. પરંતુ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા નઝીર વોરા પત્ની સાથે ફરાર થઈ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે કોર્ટેમાં રજુઆત કરતા કોર્ટે 70 મુજબનું વોરન્ટ કાઢતાં નજીર વોરાની પોલીસે ધરપકડ કરી હતી. નજીર વોરા લતીફના સંપર્કમાં આવ્યો હતો અને વર્ષ 1994થી શરૂ થયેલો આ સિલસિલો યથાવત છે. સંખ્યાબંધ ગુનાઓ નજીર વોરા પર નોંધાયેલા છે અને અમુક કેસોમાં સજા પણ ભોગવી ચુક્યો છે. પરંતુ ગેરકાયદેસરનો વ્યવસાય નજીરે છોડ્યો નહિ અને વેજલપુરમાં જ નઝીર વોરા સામે અલગ અલગ પ્રકારના 26થી વધુ ગુનાઓ નોધાયા છે. લેન્ડ ગ્રેબિંગના કેસમાં પોલીસે નઝીર ને તેની પત્ની સાથે પકડી પાડ્યો છે. જોકે આટલા સમય સુધી ક્યાં ભાગતો ફરતો હતો તે અંગે પોલીસે પૂછપરછ કરતા ખેડામાં પત્નીના પિયરમાં રોકાયો હોવાનું કહી રહ્યો છે.