કાર્યવાહી@અમીરગઢ: 13 ભેંસોને મરણતોલ હાલતમાં લઇ જતું આઇસર ઝડપાયું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ભેંસોને મરણતોલ હાલતમાં લઇ જતાં 2 ઇસમોને ગાડી સાથે ઝડપી પાડ્યા છે. ગઇકાલે રાત્રે આઇસરમાં 13 જેટલી ભેંસોને ખીચોખીચ ભરી ઘાસ કે પાણીની વ્યવસ્થા વગર 2 ઇસમો લઇને જતાં હતા. આ દરમ્યાન પોલીસે તેને રોકી તલાશી લઇ અંદરથી 13 ભેંસો સાથે 2 વ્યક્તિને ઝડપી પરમીટ માંગતા
 
કાર્યવાહી@અમીરગઢ: 13 ભેંસોને મરણતોલ હાલતમાં લઇ જતું આઇસર ઝડપાયું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ભેંસોને મરણતોલ હાલતમાં લઇ જતાં 2 ઇસમોને ગાડી સાથે ઝડપી પાડ્યા છે. ગઇકાલે રાત્રે આઇસરમાં 13 જેટલી ભેંસોને ખીચોખીચ ભરી ઘાસ કે પાણીની વ્યવસ્થા વગર 2 ઇસમો લઇને જતાં હતા. આ દરમ્યાન પોલીસે તેને રોકી તલાશી લઇ અંદરથી 13 ભેંસો સાથે 2 વ્યક્તિને ઝડપી પરમીટ માંગતા ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે બંનેને ઝડપી ભેંસો ભરાવનાર સહિત 3 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ભેંસો ભરેલું આઇસર ઝડપી પાડ્યુ છે. અમીરગઢ પોલીસની ટીમ ગત મોડીરાત્રે બોર્ડર પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ આઇસર આવતાં તેને રોકવી તલાશી લેતાં અંદરથી પશુઓ મળી આવ્યા હતા. જેથી પશુઓ ભરવા અંગેનું પાસ-પરમીટ માંગતા નહી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે ગાડીના પાછળના ભાગે જોતાં અંદરથી ભેંસો નંગ-13 ખીચોખીચ એકબીજાને દોરડાં સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી.

કાર્યવાહી@અમીરગઢ: 13 ભેંસોને મરણતોલ હાલતમાં લઇ જતું આઇસર ઝડપાયું, 3 સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે બંને ઇસમોને પુછપરછ કરતાં ડીસાના ઇસમે ભેંસો ભરાવી હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે આઇસરમાંથી ભેંસો નંગ-13 એક ભેંસની કિ.રૂ.10,000 લેખે 13 ભેંસની કિ.રૂ.1,30,000 ગણી આઇસરની કિ.રૂ.5,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે આઇસરમાં ભેંસોને લઇ જનારા 2 ઇસમો અને ભેંસો ભરી આપનારા ઇસમ સહિત ત્રણ લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ સામે પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમ કલમ 11(1)(d), 11(1)e, 11(1)(f), 11(1)(h) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યાં આરોપીઓના નામ

  1. મહંમદવસીમ મહંમદબસીર કુરેશી, ગામ-ડીસા(બીડી કામદાર સોસાયટી) જી.બનાસકાંઠા
  2. આબીદઅલી અમજદઅલી સૈયદ, ગામ-ડીસા (મહંમદપુરા ગવાડી) જી.બનાસકાંઠા
  3. સહીદહુસેન મુસ્તુફાહાજી શેખ, ગામ-ડીસા (મહંમદપુરા ગવાડી) જી.બનાસકાંઠા