કાર્યવાહી@ચાણસ્મા: LCBએ આઇપીએલમાં સટ્ટો રમતાં પાંચ ઇસમોને ઝડપ્યાં

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ બાતમી આધારે રેડ કરી ચાણસ્માથી મેચ ઉપર જુગાર રમતાં અને રમાડતાં 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. હાલ આઇપીએલ મેચ ચાલુ હોઇ જુગારીઓ મેચ ઉપર સટ્ટો રમાડતાં હોવાથી LCBને ચોક્કસ બાતમી મળી હતી. જેથી LCBએ ચાણસ્મના રતનજીના માઢમાં રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમ્યાન
 
કાર્યવાહી@ચાણસ્મા: LCBએ આઇપીએલમાં સટ્ટો રમતાં પાંચ ઇસમોને ઝડપ્યાં

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ બાતમી આધારે રેડ કરી ચાણસ્માથી મેચ ઉપર જુગાર રમતાં અને રમાડતાં 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. હાલ આઇપીએલ મેચ ચાલુ હોઇ જુગારીઓ મેચ ઉપર સટ્ટો રમાડતાં હોવાથી LCBને ચોક્કસ બાતમી મળી હતી. જેથી LCBએ ચાણસ્મના રતનજીના માઢમાં રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ 1,800 સહિત કુલ 61,050 નો મુદ્દામાલ ઝડપી પાડી ચાણસ્મા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા શહેરના રતનજીના માઢમાંથી LCBએ આઇપીએલ મેચ ઉપર જુગાર રમતાં પાંચ લોકોને ઝડપી લીધા છે. LCBને બાતમી મળી હતી કે, શહેરના રતનજીના માઢમાં રહેતો રવિકુમાર નવિનભાઇ પટેલ પોતાના રહેણાંક મકાનના ઉપરના માળે આઇપીએલ મેચ ઉપર ફોન ઉપર ગ્રાહકોના સોદાઓ લઇ ક્રિકેશના સેશનના સોદાઓ લખી ક્રિકેટ સટ્ટો રમી રમાડે છે. જે આધારે પંચો સાથે રેડ કરતાં રવિ સહિત કુલ પાંચ લોકો આબાદ ઝડપાઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ LCB ઇ.પીઆઇના માર્ગદર્શન હેઠળ સુમંતકુમાર જયંતિલાલ હેડકોન્સ સહિતનાએ રેડ કરી ક્રિકેટ ઉપર સટ્ટો રમતાં પાંચને ઝડપી લીધા છે. LCBએ બાતમી આધારે કરેલી કાર્યવાહીમાં રોકડ રકમ 1,800, મોબાઇલ ફોન નંગ-9 કિ.રૂ. 27,000, લેપટોપ નંગ-1, કિ.રૂ. 20,000, એલઇડી ટીવી કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.61,050નો મુદ્દામાલ ઝડપી પાડી ચાણસ્મા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. ચાણસ્મા પોલીસ મથકે આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4,5 મુજબ ગુન્હો નોંધાતાં વધુ તપાસ શરૂ કરાઇ છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • રવિકુમાર નવિનભાઇ પટેલ, રહે.રતનજીનો માઢ, ચાણસ્મા
  • વિશાલકુમાર કનુભાઇ પટેલ, રહે. શિવ રેસીડેન્સી, રૂપેશ્વર રોડ, ચાણસ્મા
  • ચિરાગકુમાર ખોડાભાઇ પટેલ, રહે. ઉમેદ શંભુદાસનો માઢ, ખાડીયાચોક, ચાણસ્મા
  • ભરતકુમાર રતિલાલ પટેલ, રહે. ભાનાણીની બારી, રામજી મંદીર પાછળ, ચાણસ્મા
  • ઇલેશકુમાર અરવિંદભાઇ પટેલ, રહે. કાડસ પરા કોમર્શિયલ બેન્કની બાજુમાં, ચાણસ્મા