કાર્યવાહી@ધાનેરા: શિક્ષિકાની છેડતીની પોલીસ ફરીયાદ સામે શિક્ષક સસ્પેન્ડ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ધાનેરાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકાની છેડતી કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી ગઇ છે. રંગીન મિજાજી શિક્ષક શાળાની શિક્ષિકાને વારંવાર વ્હોટ્સએપ પર મેસેજ મોકલી પજવણી કરતો હતો. શિક્ષિકાએ આચાર્યને રજુઆત કરી તો માત્ર નોટીસ આપી હતી. હદ ત્યારે થઈ જ્યારે શિક્ષકે સ્કૂલથી ઘરે જતી વખતે શિક્ષિકાનો હાથ પકડી ગાડીમાં બેસાડવાની કોશિષ
 
કાર્યવાહી@ધાનેરા: શિક્ષિકાની છેડતીની પોલીસ ફરીયાદ સામે શિક્ષક સસ્પેન્ડ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ધાનેરાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકાની છેડતી કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી ગઇ છે. રંગીન મિજાજી શિક્ષક શાળાની શિક્ષિકાને વારંવાર વ્હોટ્સએપ પર મેસેજ મોકલી પજવણી કરતો હતો. શિક્ષિકાએ આચાર્યને રજુઆત કરી તો માત્ર નોટીસ આપી હતી. હદ ત્યારે થઈ જ્યારે શિક્ષકે સ્કૂલથી ઘરે જતી વખતે શિક્ષિકાનો હાથ પકડી ગાડીમાં બેસાડવાની કોશિષ કરી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાની વીંછીવાડી પ્રાથમિક શાળાની શિક્ષિકાની છેડતીને લઇ શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે. શાળાના શિક્ષક કિરણ ચૌધરી વિરુદ્ધ પ્રાથમિક શિક્ષણ વિભાગે ફરિયાદ નોંધાયાના 18 દિવસ બાદ સસ્પેન્ડ કરી વાવ બદલી કરી છે. ધાનેરાના વીંછીવાડી પ્રાથમિક શાળાના 10 વર્ષથી ફરજ બજાવતી એક શિક્ષિકાને 8 વર્ષથી નોકરી કરતો શિક્ષક કિરણ ચૌધરી 12 જૂને શિક્ષિકાને વ્હોટ્સએપ પર મેસેજ મોકલ્યા હતા. વારંવાર વોટ્સએપ પર મેસેજ આવતા શિક્ષિકાએ શાળાના આચાર્યને આ બાબતે રજુઆત કરી હતી.

કાર્યવાહી@ધાનેરા: શિક્ષિકાની છેડતીની પોલીસ ફરીયાદ સામે શિક્ષક સસ્પેન્ડ

અટલ સમાચારને ફેસબુક પર ફોલો કરવા કે સમાચાર જોવા અહીં ક્લિક કરો 

શાળાના આચાર્યએ નોટીસ પાઠવી ખુલાસો માંગતા શિક્ષક કિરણે હવે મોબાઈલ દ્વારા હેરાન નહિ કરે આવી ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. જો કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના કાર્યક્રમની ઉજવણી કરી શિક્ષિકા પોતાના એક્ટિવા પર ધાનેરા આવતા કોટડા-ધાખા ગામ નજીક શિક્ષક કિરણે શિક્ષિકાને ઉભી રાખી તેનો હાથ પકડી આચાર્યને કેમ મારા વિશે રજૂઆત કરી, તારે મારા તાબે થવું પડશે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જે મામલે 4 નવેમ્બરે ધાનેરા પોલીસ મથકે ગુન્હો દાખલ થયો હતો.