આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે મીઠાઇની દુકાનોમાં છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી મીઠાઇનો જથ્થો પડ્યો હતો. જોકે અંબાજી અને દાંતામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી. જેમાં મીઠાઇની દુકાન માલિકોને બોલાવી દુકાન ખોલાવી તેમાંથી મીઠાઇનો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંબાજી અને દાંતાની 12 જેટલી દુકાનોમાં ચેકીંગ કરીને લગભગ 200 કિલો માલનાં જથ્થાનો નાશ કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના અંબાજી અને દાંતામાં ફૂડ વિભાગે લોકડાઉન વચ્ચે કાર્યવાહી કરી છે. અંબાજી અને દાંતાની મીઠાઇની દુકાનોમાંથી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, પ્રથમ લોકડાઉનથી જ તમામ મીઠાઈ ફરસાણની દુકાનો બંધ છે. બીજા લોકડાઉનમાં ખાણીપીણી અને મીઠાઇની દુકાનોમાં રહેલો માલનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અંબાજી-દાંતામાં અલગ-અલગ દુકાનો પર જઈને જથ્થાનો નાશ કરવામાં આવ્યો
હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code