વહીવટ@દાહોદ: કરોડોના ટેન્ડરમાં શરતો જોઇ નાના વેપારીઓ ચોક્યાં, હરીફાઇનો સવાલ

અટલ સમાચાર, દાહોદ દાહોદ જીલ્લા પંચાયત દ્રારા તાજેતરમાં ચીજવસ્તુ અને સેવાઓ માટે કરોડોની રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. મિશ્રિત વસ્તુ અને સેવા સામે ટેન્ડરમાં શરતો જોઇ નાના વેપારીઓ ચોંકી ગયા છે. ટેન્ડરમાં તંદુરસ્ત હરીફાઇનો સવાલ ઉભો થતાં મોટી રજૂઆત કરવામાં આવી છે. જેમાં ટેન્ડરનું વિભાજન કરી અન્ય જીલ્લાઓ માફક શરતો ગોઠવી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા
 
વહીવટ@દાહોદ: કરોડોના ટેન્ડરમાં શરતો જોઇ નાના વેપારીઓ ચોક્યાં, હરીફાઇનો સવાલ

અટલ સમાચાર, દાહોદ

દાહોદ જીલ્લા પંચાયત દ્રારા તાજેતરમાં ચીજવસ્તુ અને સેવાઓ માટે કરોડોની રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. મિશ્રિત વસ્તુ અને સેવા સામે ટેન્ડરમાં શરતો જોઇ નાના વેપારીઓ ચોંકી ગયા છે. ટેન્ડરમાં તંદુરસ્ત હરીફાઇનો સવાલ ઉભો થતાં મોટી રજૂઆત કરવામાં આવી છે. જેમાં ટેન્ડરનું વિભાજન કરી અન્ય જીલ્લાઓ માફક શરતો ગોઠવી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા માંગ કરવામાં આવી છે. સમગ્ર બાબતે જીલ્લા પંચાયતમાં પારદર્શક વહીવટના સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદ જીલ્લા પંચાયતે પ્રિન્ટીંગ, બાઇન્ડિંગ, ફ્લેક્ષ બેનર તેમજ કલરકામ સહિતની બાબતે જાહેર નિવિદા બહાર પાડી છે. વાર્ષિક ભાવો માટેનું આ ટેન્ડરથી સરેરાશ 2 કરોડની સેવા અને ચીજવસ્તુઓ ખરીદવાની થાય તેમ છે. ટેન્ડરની શરતોમાં સરેરાશ 1 કરોડનું ટર્નઓવર ધરાવતાં હોય તો જ આવેદન કરી શકે તે સહિતની અનેક ભારેખમ શરતો રાખવામાં આવી છે. જેનાથી દાહોદ પંથકના અનેક નાના વેપારીઓ કલરકામ અને બાઇન્ડિંગ જેવા નાના કામો માટે ટેન્ડર ભરી શકવા નિષ્ફળ ગયા છે.

વહીવટ@દાહોદ: કરોડોના ટેન્ડરમાં શરતો જોઇ નાના વેપારીઓ ચોક્યાં, હરીફાઇનો સવાલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લા પંચાયતની જાહેર નિવિદા સામે કલરકામ સહિતના નાના વેપારીઓએ શરત નં.3, 5, 6, 8 અને 9 સામે સખત વાંધો દર્શાવ્યો છે. જેમાં જીલ્લા પંચાયતની નિવિદા જોતાં પારદર્શક વહીવટ અને તંદુરસ્ત હરીફાઇ ન થતી હોવાના સવાલો ઉભા થયા છે. આથી નાના વેપારીઓએ ટેન્ડરનું વિભાજન કરી કલરકામ, ફ્લેક્ષ બેનર અને સ્ટેશનરી સંબંધિત ચીજવસ્તુઓના અલગ-અલગ ટેન્ડરની માંગ કરી છે. હાલનું ટેન્ડર રદ્દ કરી નાના વેપારીઓને તક મળે તેમજ અન્ય જીલ્લાઓની માફક નિવિદા બહાર પાડવા ડીડીઓને મોટી રજૂઆત કરી છે.