વહીવટ@પાટણ: સિંચાઇનો હવાલો ખેતીવાડી અધિકારીને, નિર્ણયથી સંબંધિતો ચોંક્યાં

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લા પંચાયતમાં આવેલી સિંચાઇ શાખાની જવાબદારી અંગે મોટો ફેરબદલ થયો છે. ગત 30 જૂને નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર ચાર્જમાં હતા. ગઇકાલે સિંચાઇ શાખાનો હવાલો આપવા શરૂ થયેલી ગતિવિધિમાં ચોંકાવનારો નિર્ણય થયો હોવાની સ્થિતિ બની છે. જીલ્લા વિકાસ અધિકારીએ સિંચાઇ એટલે કે ચેકડેમ સહિતના બાંધકામો સંભાળતી શાખાનો ચાર્જ ખેતીવાડી અધિકારીને આપી
 
વહીવટ@પાટણ: સિંચાઇનો હવાલો ખેતીવાડી અધિકારીને, નિર્ણયથી સંબંધિતો ચોંક્યાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લા પંચાયતમાં આવેલી સિંચાઇ શાખાની જવાબદારી અંગે મોટો ફેરબદલ થયો છે. ગત 30 જૂને નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર ચાર્જમાં હતા. ગઇકાલે સિંચાઇ શાખાનો હવાલો આપવા શરૂ થયેલી ગતિવિધિમાં ચોંકાવનારો નિર્ણય થયો હોવાની સ્થિતિ બની છે. જીલ્લા વિકાસ અધિકારીએ સિંચાઇ એટલે કે ચેકડેમ સહિતના બાંધકામો સંભાળતી શાખાનો ચાર્જ ખેતીવાડી અધિકારીને આપી દીધો છે. તકનિકી જ્ઞાન અને ચાર્જમાં આવેલ અધિકારીની મૂળ ફરજ વચ્ચે મોટી ભિન્નતા હોઇ સંબંધિતો ચોંકી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા વિકાસ અધિકારીએ સિંચાઇ શાખાની જવાબદારી ખેતીવાડી શાખાના વડાને આપી દેતાં ચકચાર મચી છે. હકીકતે ગઇકાલે નાયબ કાર્યપાલક ઇજનેર ટી.એચ.શ્રોફ નિવૃત્ત થતાં સિંચાઇના કાર્યપાલક ઇજનેરનો ચાર્જ ખાલી પડ્યો હતો. આ દરમ્યાન સિંચાઇ અને તે સંબંધિત વહીવટી કે અન્ય તરફથી કેટલાંક નામો ચાર્જ માટે સુચિત થયા હતા. જોકે ડીડીઓએ ભારે મનોમંથનને અંતે સિંચાઇનો હવાલો ખેતીવાડી અધિકારીને આપી દેતાં વહીવટી આલમમાં અનેક સવાલો ઉભા થયા છે.

 વહીવટ@પાટણ: સિંચાઇનો હવાલો ખેતીવાડી અધિકારીને, નિર્ણયથી સંબંધિતો ચોંક્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઇરીગેશન બ્રાન્ચ કુવા રીચાર્જ, ચેકડેમ બનાવવા તેમજ સિંચાઇ લગત બાંધકામ સહિતની કામગીરી કરે છે. જ્યારે ખેતીવાડી શાખા કૃષિ વાવેતર, પાક રક્ષણ અને ખેડૂતલક્ષી કામગીરી કરે છે. બંને એકબીજાને સંલગ્ન છતાં કામગીરી અને તેના અધિકારીના જ્ઞાનમાં ખુબ મોટો તફાવત રહે છે. જેનાથી ખેતીવાડી અધિકારી બાંધકામના એસ્ટીમેન્ટ સહિતની ટેક્નિકલ સમજ ખુબ જ ઓછી ધરાવે તે સ્વાભાવિક છે. આથી સિંચાઇ શાખાની જવાબદારીનો નિર્ણય ચોંકાવનારો બન્યો છે.