વહીવટ@રાધનપુર: મોલને નોટીસ આપ્યા બાદ કોંગી કોર્પોરેટરો પાણીમાં બેઠા

અટલ સમાચાર,મહેસાણા રાધનપુર પાલિકામાં સત્તાધિન કોંગી કોર્પોરેટરોએ બાંધકામ મામલે શંકાસ્પદ વહીવટ કર્યો હોવાની ચર્ચા બની છે. નેશનલ હાઇવેની બાજુમાં ઉભો કરેલ મોલ જોગવાઇથી વિરૂધ્ધ હોઇ પાલિકાએ અગાઉ નોટીસ ફટકારી હતી. જેની જાણ કોંગી કોર્પોરેટરોને થતાં બાંધકામ નિયમોની કડક અમલવારી કરાવવા માટે બીજી નોટીસ ફટકારવા મથામણ કરી હતી. જોકે ચીફ ઓફીસરે બીજી નોટીસ ફટકાર્યા બાદ કોંગી
 
વહીવટ@રાધનપુર: મોલને નોટીસ આપ્યા બાદ કોંગી કોર્પોરેટરો પાણીમાં બેઠા

અટલ સમાચાર,મહેસાણા

રાધનપુર પાલિકામાં સત્તાધિન કોંગી કોર્પોરેટરોએ બાંધકામ મામલે શંકાસ્પદ વહીવટ કર્યો હોવાની ચર્ચા બની છે. નેશનલ હાઇવેની બાજુમાં ઉભો કરેલ મોલ જોગવાઇથી વિરૂધ્ધ હોઇ પાલિકાએ અગાઉ નોટીસ ફટકારી હતી. જેની જાણ કોંગી કોર્પોરેટરોને થતાં બાંધકામ નિયમોની કડક અમલવારી કરાવવા માટે બીજી નોટીસ ફટકારવા મથામણ કરી હતી. જોકે ચીફ ઓફીસરે બીજી નોટીસ ફટકાર્યા બાદ કોંગી કોર્પોરેટરો અચાનક પાણીમાં બેસી ગયા છે. જેમાં મોટી બાબત બની હોવાની વાતથી ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકા વિસ્તારમાં બાંધકામ બાબતે કોંગી કોર્પોરેટરોનું વલણ ચર્ચાસ્પદ બન્યુ છે. નેશનલ હાઇવેની બાજુમાં ઉભો થયેલ મોલ પાલિકાના બાંધકામ નિયમોની વિરૂધ્ધમાં હોઇ ચીફ ઓફીસરે નોટીસ ફટકારી હતી. જેની જાણ સત્તાધિન કોંગી નગરસેવકોને થયા બાદ પોતાની ભુમિકા સિધ્ધ કરવા કવાયત હાથ ધરી હતી. આ તરફ મોલ સંચાલકે નોટીસનો પ્રત્યુત્તર નહિ આપતા કોંગી કોર્પોરેટરોએ કાયદેસરની કાર્યવાહી કરવા ચીફ ઓફીસરને જણાવ્યુ હતુ. જોકે બીજી નોટીસ બાદ પણ બાંધકામ મામલે સુધારો સામે નહિ આવતા કોંગી કોર્પોરેટરોની ભુમિકા સવાલોમાં આવી છે.

વહીવટ@રાધનપુર: મોલને નોટીસ આપ્યા બાદ કોંગી કોર્પોરેટરો પાણીમાં બેઠા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલિકાના કોંગી નગરસેવકો કોઇ કારણથી પાણીમાં બેસી ગયા હોય અથવા ગાજ્યા મેઘ વરસ્યા ન હોય તેવો ઘાટ સર્જાયો છે. આવી સ્થિતિમાં નગરસેવકોના વલણ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે, જો મોલનું બાંધકામ નિયમોનુસાર નથી તો હજુ સુધી સીલ કેમ થયુ નથી ? જો યોગ્ય હતુ તો પછી વારંવાર નોટીસો કેમ ફટકારવામાં આવી ? આ સવાલો રાધનપુર શહેરમાં વહીવટી અને રાજકીય રીતે મહત્વના બન્યા છે.