વહીવટ@ઉ.ગુ: બઢતીના નિર્ણયથી 7 તાલુકા, 2 શહેરમાં કાયમી મામલતદાર આવ્યાં

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં નાયબ મામલતદારોને બદલી સાથે બઢતી કરવામાં આવી છે. તંત્ર દ્રારા બઢતીના નિર્ણયથી ઉત્તર ગુજરાતના 7 તાલુકા અને 2 શહેરમાં કાયમી મામલતદાર આવ્યા છે. રાજ્યના જુદાજુદા જીલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 39 નાયબ મામલતદારોને હાલના તબક્કે હંગામી ધોરણે મામલતદાર તરીકે બઢતી આપી બદલીના હુકમ કરવામાં આવ્યા
 
વહીવટ@ઉ.ગુ: બઢતીના નિર્ણયથી 7 તાલુકા, 2 શહેરમાં કાયમી મામલતદાર આવ્યાં

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં નાયબ મામલતદારોને બદલી સાથે બઢતી કરવામાં આવી છે. તંત્ર દ્રારા બઢતીના નિર્ણયથી ઉત્તર ગુજરાતના 7 તાલુકા અને 2 શહેરમાં કાયમી મામલતદાર આવ્યા છે. રાજ્યના જુદાજુદા જીલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 39 નાયબ મામલતદારોને હાલના તબક્કે હંગામી ધોરણે મામલતદાર તરીકે બઢતી આપી બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 9 મામલતદારો બદલી અને બઢતી મેળવી ઉત્તર ગુજરાતમાં ફરજ પર નિમાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વહીવટ@ઉ.ગુ: બઢતીના નિર્ણયથી 7 તાલુકા, 2 શહેરમાં કાયમી મામલતદાર આવ્યાં

પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં નવા 9 નાયબ મામલતદાર બઢતી મેળવીને મામલતદાર તરીકે આવ્યા છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં 6 અને પાટણ જીલ્લામાં 3 મામલતદાર તરીકે બઢતી મેળવીને આવ્યા છે. જેમાં મામલતદાર તરીકે બઢતી મળ્યા બાદ હવે પગારધોરણ-પે મેટ્રીક્ષના લેવલ-8-રૂ.44,900-1,42,400માં હંગામી ધોરણે બઢતી અપાઇ છે. આ તરફ વડોદરા, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના અધિકારોમાંથી જે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા ના હોય તેવા જ અધિકારીઓને જ હાલમાં બઢતીની જગ્યાએ નિમણુંક અને હાજર થવા માટે ફરજમુક્ત કરવાના રહેશે.

ઉત્તર ગુજરાતમાં આટલાં 9 મામલતદાર આવ્યાં

  1. એસ.સી.ગોટીયાને સાબરકાંઠાથી અમીરગઢ (બનાસકાંઠા)
  2. કે.એ.શિકારીને ગાંધીનગરથી દાંતીવાડા(બનાસકાંઠા)
  3. એમ.જી.પરમાર બનાસકાંઠાથી સાંતલપુર(પાટણ)
  4. એમ.એ.મલેક, સાબરકાંઠાથી સમી(પાટણ)
  5. જે.ટી.રાવલ, સુરેન્દ્રનગરથી ચાણસ્મા(પાટણ)
  6. આર.એસ.દેસાઇ, પાટણથી સુઇગામ(બનાસકાંઠા)
  7. ડી.એમ.પરમાર, પાટણથી વડગામ(બનાસકાંઠા)
  8. એન.ટી.પરમાર, પાટણથી પાલનપુર શહેર(બનાસકાંઠા)
  9. એલ.જે.મકવાણા, પાટણથી ડીસા શહેર(બનાસકાંઠા)