ફાયદો@એસબીઆઇઃ RTGS અને NEFT દ્રારા પૈસા મોકલવાનું સસ્તું થયું

અટલ સમાચાર,ડેસ્ક SBI ખાતાધારકો માટે ખુશખબર છે. બેંકે RBIનો નિર્ણય માનતા RTGS અને NEFT ચાર્જિસ હટાવી લીધા છે. SBIએ આ નિર્ણય 1 જુલાઇ 2019થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. RBIનાં આ નિર્ણય બાદ ઇન્ટરનેટ બેંકિંગ સસ્તું થઇ જશે. હવે RBIએ આ ફાયદો કસ્ટમર્સ સુધી પહોંચાડવા અપીલ કરી છે. એવામાં SBIથી RTGS અને NEFT કરવાનું સસ્તુ
 
ફાયદો@એસબીઆઇઃ RTGS અને NEFT દ્રારા પૈસા મોકલવાનું સસ્તું થયું

અટલ સમાચાર,ડેસ્ક

SBI ખાતાધારકો માટે ખુશખબર છે. બેંકે RBIનો નિર્ણય માનતા RTGS અને NEFT ચાર્જિસ હટાવી લીધા છે. SBIએ આ નિર્ણય 1 જુલાઇ 2019થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. RBIનાં આ નિર્ણય બાદ ઇન્ટરનેટ બેંકિંગ સસ્તું થઇ જશે. હવે RBIએ આ ફાયદો કસ્ટમર્સ સુધી પહોંચાડવા અપીલ કરી છે. એવામાં SBIથી RTGS અને NEFT કરવાનું સસ્તુ થશે.

રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) 2 લાખ રૂપિયાથી વધુ અમાઉન્ટ એક ખાતાથી બીજા ખાતામાં તત્કાળ ટ્રાસન્ફર કરવાની સુવિધા છે. તો નેશનલ ઇલેક્‌ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) 1 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરવામાં ઉપયોગ થાય છે. SBI પર હવે 1 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધીનું મેક્સિમસ ફંડ કોઇપણ ચાર્જ વગર NEFT અને RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

RTGSથી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય

RTGSથી સામાન્ય રીતે 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે, આ માટે ખાસ સમય નિશ્ચિત છે. રિઝર્વ બેંકે હાલમાં જ RTGS ટ્રાન્સફરની ટાઇમિંગમાં દોઢ કલાક સુધીનો વિસ્તાર કર્યો છે. RTGS માટે કસ્ટમર ટ્રાન્જેક્શનની ટાઇમિંગ સાંજે 4.30 વાગ્યાથી વધારીને 6.00 વાગ્યે કરવાનો નિર્ણય કર્યો છે.

શું હોય છે NEFT ?

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFT દેશમાં બેંક દ્વારા ફંડ ટ્રાન્સફર કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું.  બીજી બ્રાન્ચ કે બીજા શહેરની શાખામાં કોઇ વ્યક્તિ કે સંગઠન કે કંપનીને આપી શકે છે. આજની તારીખમાં આશરે દરેક બેંકને NEFT ટેક્નિક અપનાવી લીધી છે.

NEFTની ટાઇમિંગ
સોમવારતી શુક્રવાર સુધી સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યાની વચ્ચે દરેક કલાક કામ કરે છે. શનિવારે સવારે 8.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી કામ કરે છે.