જાહેરાત@ગુજરાત: S.T.વિભાગમાં 2389 કંડકટરોની ભરતી, કોણ કરી શકશે અરજી ?

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા 2389 ખાલી જગ્યાઓ પર કંડક્ટરની ભરતી કરવા જાહેરાત બહાર પડાઈ છે. આ ભરતી અંગેની માહિતી https://gsrtc.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. તથા અરજી કરવાનો સમયગાળો 1 નવેમ્બર 2019થી 30 નવેમ્બર 2019 સુધી રાખવામાં આવ્યો છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે.કંડક્ટર માટેની ભરતી માટે
 
જાહેરાત@ગુજરાત: S.T.વિભાગમાં 2389 કંડકટરોની ભરતી, કોણ કરી શકશે અરજી ?

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા 2389 ખાલી જગ્યાઓ પર કંડક્ટરની ભરતી કરવા જાહેરાત બહાર પડાઈ છે. આ ભરતી અંગેની માહિતી https://gsrtc.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. તથા અરજી કરવાનો સમયગાળો 1 નવેમ્બર 2019થી 30 નવેમ્બર 2019 સુધી રાખવામાં આવ્યો છે.

ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે.કંડક્ટર માટેની ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. ઉમેદવારની ઉંમર 18થી35 વર્ષ હોવી જોઈએ. અનામત અને માજી સૈનિક તથા મહિલા ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની વધારાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત તેની પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવા જરૂરી છે.

આ ભરતીમાં ધોરણ 12 અથવા સ્નાતક થયેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.પસંદગી પામનાર ઉમેદવારોને કંડક્ટરની કક્ષામાં પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂ. 16000 ફીક્સ પગારના કરારથી નિમણુંક અપાશે. પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ પૂરી થયા બાદ પે-મેટ્રીક્સ રૂ.15700-50000ના પગાર ધોરણમાં નિયમિત નિમણુંક મળવા પાત્ર રહેશે.