જાહેરાત@RBI: માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં ચાલે

અટલ સમાચાર, ડેસ્ક 100 રુપિયા 10 રૂપિયા અને 5 રુપિયાના ચલણ અંગે આરબીઆઈ તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક પ્રમાણે, માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં આવે. આ જાણકારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર બી મહેશે આપી છે. આરબીઆઈએ જાણકારી આપી છે કે, તેઓ જૂની
 
જાહેરાત@RBI: માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં ચાલે

અટલ સમાચાર, ડેસ્ક

100 રુપિયા 10 રૂપિયા અને 5 રુપિયાના ચલણ અંગે આરબીઆઈ તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક પ્રમાણે, માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં આવે. આ જાણકારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર બી મહેશે આપી છે. આરબીઆઈએ જાણકારી આપી છે કે, તેઓ જૂની નોટોની સિરિઝ પરત લેવાની યોજના પર કામ કરી રહ્યાં છે. શુક્રવારે, આરબીઆઈના જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી હતી કે, સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝની ચલણી નોટો પરત ખેંચવાનો વિચાર કરી રહી છે. નોંધનીય છે કે વર્ષ 2016માં નોટબંધીમાં 500 અને 100 રુપિયાની જૂની નોટ બંધ કરી દેવામાં આવી હતી અને નવી 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019માં 100 રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી. જેના પર ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલ રાણકી વાવની તસવીર આવેલી છે. તે જ સમયે, આ પહેલા, 8 નવેમ્બર, 2016 ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં 500 અને 2000, 200ની નોટો શામેલ છે. 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, “બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય રિઝર્વ બેંક તરફથી 100 રુપિયાની નવી નોટ વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. જૂની નોટબંધીમાં જે રીતે 500 અને 1000ના નોટ બંધ કર્યા બાદ અફરાતફરી મચી ગઇ હતી. એટલે હવે આરબીઆઈ અચાનક કોઇપણ જૂના નોટ બંધ કરવા માંગતી નથી. એટલે પહેલા બજારમાં આ ચલણની નવી નોટો સરક્યૂલેશનમાં આવશે જે બાદ જ જૂની નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે