કૃષિજગતઃ 200 રુપિયે કિલો વેચાતી કોથમીરનો ભાવ 20 રૂપિયા નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક દિવાળીના તહેવારનું વેકેશન અને લોકલ બજારમાંથી થઈ રહેલી આવકના પગલે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. એક મહિના અગાઉ 200 રુપિયે કિલો વેચાતી કોથમીરના ભાવ હાલ 20થી 25 રુપિયે કિલો થઈ ગયો છે. ડુંગળી અને ટામેટાને બાદ કરતા અન્ય તમામ શાકભાજીના ભાવ હાલ હોલસેલ માર્કેટમાં તળિયે જોવા મળી રહ્યાં છે.
 
કૃષિજગતઃ 200 રુપિયે કિલો વેચાતી કોથમીરનો ભાવ 20 રૂપિયા નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીના તહેવારનું વેકેશન અને લોકલ બજારમાંથી થઈ રહેલી આવકના પગલે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. એક મહિના અગાઉ 200 રુપિયે કિલો વેચાતી કોથમીરના ભાવ હાલ 20થી 25 રુપિયે કિલો થઈ ગયો છે. ડુંગળી અને ટામેટાને બાદ કરતા અન્ય તમામ શાકભાજીના ભાવ હાલ હોલસેલ માર્કેટમાં તળિયે જોવા મળી રહ્યાં છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિવાળી અને નવા વર્ષના તહેવારના દિવસોમાં જમાલપુરના શાકમાર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે. પરંતુ તહેવારની સિઝન અને દિવાળીના વેકેશનના માહોલના કારણે માર્કેટમાં ટ્રકો ભરીને શાકભાજી આવી રહ્યાં છે પરંતુ માર્કેટમાં કોઈ ખરીદદાર નથી. આ જ કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

હોલસેલ વેપારી અહેમદ પટેલ જણાવે છે કે, “દિવાળી પહેલા વરસાદી માહોલ હતો. એક મહિના અગાઉ 200 રુપિયે કિલો કોથમીર વેચાતી હતી. ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી કોથમીર આવતી હતી. પરંતુ તે વરસાદના કારણે ગુજરાત આવતાં આવતાં કોહવાઈ જતી હતી. જેના કારણે કોથમીર વેચવાલાયક રહેતી ન હતી. થોડા દિવસથી સ્થાનિક કોથમીરની આવક શરૂ થઈ છે.

કૃષિજગતઃ 200 રુપિયે કિલો વેચાતી કોથમીરનો ભાવ 20 રૂપિયા નોંધાયો
મહત્વનું છે કે હાલ બહારના રાજ્યોમાંથી આવતી ડુંગળી અને ટામેટાની આવક ઓછી થઈ ગઈ છે. જે ડુંગળી ટામેટા આવી રહ્યાં છે તે પણ ખરાબ હાલતમાં આવી રહ્યાં છે. ડુંગળી અને ટામેટાના આવક ઓછી થતા ભાવ ઊંચકાયા છે. આગામી દિવસોમાં પણ ડુંગળી અને ટામેટાના ભાવમાં ભડકો થાય તેવી આશંકા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.