કૃષિજગતઃ 1 કિલો ચા રૂ. 50,000 એવી કઇ ચા હશે? જાણો તેનું નામ

અટલ સમાચાર,ડેસ્ક ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. આસામની ચા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલીક ચાની કવોલિટી તો એટલી વિશેષ છે કે તે હજારો રૂપિયે પ્રતિકિલો બજારમાં વેચાય છે. યોજાયેલી હરાજીમાં ચાની એક વેરાયટી ૫૦,૦૦૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. આસામના મનોહારી ચાના બગીચાની ‘ગોલ્ડ સ્પેશિયલ ચા’ આટલી મોટી કિંમતે વેચાઈ છે.
 
કૃષિજગતઃ 1 કિલો ચા રૂ. 50,000 એવી કઇ ચા હશે? જાણો તેનું નામ

અટલ સમાચાર,ડેસ્ક

ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. આસામની ચા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલીક ચાની કવોલિટી તો એટલી વિશેષ છે કે તે હજારો  રૂપિયે પ્રતિકિલો બજારમાં વેચાય છે.  યોજાયેલી હરાજીમાં ચાની એક વેરાયટી ૫૦,૦૦૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. આસામના મનોહારી ચાના બગીચાની ‘ગોલ્ડ સ્પેશિયલ ચા’ આટલી મોટી કિંમતે વેચાઈ છે.

મંગળવારે કનિદૈ લાકિઅ ચા બોર્ડના ગુવાહાટી ખાતે આવેલા હરાજી કેન્દ્રમાં ચાની વિવિધ વેરાયટીની  હરાજી યોજવામાં આવી હતી. જેમાં મનોહારી ચાના બગીચાની ‘ગોલ્ડ  કનિદૈ લાકિઅ સ્પેશિયલ ચા’ વેરાયટીને અહીંના જ સ્થાનિક વેપારી સૌરભ ટી ટ્રેડર્સ દ્વારા પ્રતિ કિલોની રૂ.૫૦,૦૦૦ની બોલી લગાવાઈ હતી. અન્ય કોઈ વેપારી આટલી કનિદૈ લાકિઅ બોલી ન લગાવતાં મનોહારી ગોલ્ડ સ્પેશિયલ ચા રૂ.૫૦,૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. વેપારીએ મંગલવારે બે કિલો મનોહારી ગોલ્ડ સ્પેશિયલ ચા ખરીદી કનિદૈ લાકિઅ હતી.કૃષિજગતઃ 1 કિલો ચા રૂ. 50,000 એવી કઇ ચા હશે? જાણો તેનું નામ

ગયા વર્ષે ૨૪ જુલાઈ, ૨૦૧૮ના રોજ આ જ બગીચાની ચાની એક વેરાયટી એક કિલોના રૂ.૩૯,૦૦૧ના ભાવે વેચાઈ હતી. આ અગાઉ ૨૦૧૮માં અરૂણાચલ પ્રદેશમાં કનિદૈ લાકિઅ ઉત્પાદિત થતી એક વિશેષ પ્રકારની ચા ગુવાહાટી ટી ઓકશન સેન્ટરમાં પ્રતિ કિલો રૂ.૪૦,૦૦૦ના ભાવે વેચાઈ હતી. જે એ સમયનો વર્લ્ડ રેકોર્ડ હતો. વર્લ્ડ રેકોર્ડ તુટી ગયો છે અને નવો રૂ.૫૦,૦૦૦ પ્રતિ કિલો ચાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. ‘મનોહારી ગોલ્ડ ચાની જે બોલી લગાવાઈ છે, તે વિશ્વમાં નાગરિકોની હરાજીમાં લગાવાયેલી સૌથી ઊંચી બોલી છે.

અમારા માટે આ અત્યંત ગર્વની બાબત છે.’ મનોહારી ટી એસ્ટેટના માલિક રાજન લોહિયાએ જણાવ્યું કે, ‘ગોલ્ડન નીડલ ટી એક વિશેષ પ્રકારની ચા હોય છે. જેમાં નાની-નાની કળીઓ હોય છે. તેને અત્યંત સાવચેતીથી તોડવામાં આવે છે.

આ ચાના પાંદડામાં સોનેરી રંગનું એક પડ હોય છે, જે અત્યંત મુલાયમ અને મખમલ જેવું હોય છે. આ વખતે હવામાન ખરાબ હોવાના કારણે આ વિશેષ ચાનું ઉત્પાદન માત્ર ૫ કિલો થયું છે. જો હવામાન સારું રહેતું હોય તો આ ચાનું ઉત્પાદન વધુ થયું હોત. દુનિયામાં દાર્જિલિંગ, નીલગિરી અને આસામમાં પેદા થતી ચાની સૌથી વધુ માંગ રહે છે.