કૃષિજગત: પ્રધાનમંત્રી કિસાન યોજનાની સહાય માટે અરજી પ્રક્રીયા સમજો

અટલ સમાચાર, ડેસ્ક ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતને વર્ષે રૂા. 6000ની સરકારી સહાય આપવામાં આવે છે આ સહાય 3 ટુકડામાં ચુકવવામાં આવે છે. જો તમે ખેડૂત છો અને તમે આ યોજનાનો લાભ હજુ સુધી નથી લીધો તો તમારા માટે જ અમે લઈ આવ્યા છીએ ખેડૂતનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી જાણી શકશો. જાણો
 
કૃષિજગત: પ્રધાનમંત્રી કિસાન યોજનાની સહાય માટે અરજી પ્રક્રીયા સમજો

અટલ સમાચાર, ડેસ્ક

ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતને વર્ષે રૂા. 6000ની સરકારી સહાય આપવામાં આવે છે આ સહાય 3 ટુકડામાં ચુકવવામાં આવે છે. જો તમે ખેડૂત છો અને તમે આ યોજનાનો લાભ હજુ સુધી નથી લીધો તો તમારા માટે જ અમે લઈ આવ્યા છીએ ખેડૂતનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી જાણી શકશો. જાણો લીંક અને ઓનલાઈન એપ્લીકેશનની રીત.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને પીએમ કિસાન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂા. 6000ની વાર્ષિક સહાય કરવામાં આવે છે જે મુજબ ખેડૂતોને 3 હપતામાં હપ્તા દીઠ રૂા. 2000ની ચુકવણી કરવામાં આવે છે. 2જી જાન્યુઆરી 2020 સુધીમાં આ યોજનાનો 3જો હપ્તો ચુકવી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ ખેડૂતો આ લાભ લઈ ચૂક્યા છે.

આ માટે ખેડૂતો અહિં ક્લિક કરી રજિસ્ટ્રેશન કરી શકે. https://www.pmkisan.gov.in/ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો પોતાના તાલુકામાં નોડલ ઓફિસરની મદદ પણ લઈ શકે છે આ માટે તે નજીકના Common Services Centeres ( CSC )ની મદદ પણ લઈ શકો છો.

પ્રધાનમંત્રી કિસાન યોજના માટેના દસ્તાવેજ

  • બેંક એકાઉન્ટ
  • આધારકાર્ડ
  • જમીનના દસ્તાવેજ
  • નાગરિકતા સર્ટિફિકેટ

કેવી રીતે તમારૂ સ્ટેટસ ચેક કરશો

સૌથી પહેલા ઓફિશ્યલ વેબસાઈટ https://www.pmkisan.gov.in/ ઉપર ક્લિક કરો.
હવે Farmers Corner ઉપર ક્લિક કરો
તેમાં ખેડૂતનુપં સ્ટેટસ જાણવા Beneficiary Status ઉપર ક્લિક કરો
આમાં આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર પર ક્લિક કરી વિગતો ભરીને Get Report પર ક્લિક કરો. એટલે તમારું સ્ટેટસ મળી જશે. તમે Beneficiaries listમાં જીને પણ પોતાનું સ્ટેટસ જાણી શકો છો.
તેમાં જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામનું નામ નાંખીને Get Report પર ક્લિક કરો લાભાર્થીઓની યાદી મેળવી શકશો.

રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે

પીએમ કિસાન ફંડ એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થઈ જશે અને ખેડૂતે નોંધાવેલા ફોન નંબર ઉપર આ અંગેનો એસએમસએસ પણ આવી જશે. આ સિવાય આ અંગેની કોઈ પણ ક્વેરી માટે ટોલ ફ્રિ હેલ્પ લાઈન નંબર છે 011-23381092 અને pmkisan-ict@gov.in આ ઈમેઈલ એડ્રેસ પર તમારા પ્રશ્નો મેલ પણ કરી શકો છો.