કૃષિજગતઃ ઓછા ખર્ચે વધુ આવક માટે કઇ ખેતી ફાયદાકારક?જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક નીલગિરીએ સદાબહાર વૃક્ષ છે.નીલગિરીનું લાકડુ બાંધકામ ઉદ્યોગ, તેલ તથા કાગળની મિલમાં ઉપયોગી બને છે. ખાસ તકેદારીની જરૂર ન હોવાથી તેની ખેતીમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને ત્રણ વર્ષે નીલગીરીનો પાક તૈયાર થતો હોવાથી સુરત જિલ્લાના ખેડૂતો નીલગિરીની મોટા પાયે ખેતી કરતા થયા છે. વનીકરણ વિભાગની ‘‘વૃક્ષ ખેતી યોજના’’
 
કૃષિજગતઃ ઓછા ખર્ચે વધુ આવક માટે કઇ ખેતી ફાયદાકારક?જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

નીલગિરીએ સદાબહાર વૃક્ષ છે.નીલગિરીનું લાકડુ બાંધકામ ઉદ્યોગ, તેલ તથા કાગળની મિલમાં ઉપયોગી બને છે. ખાસ તકેદારીની જરૂર ન હોવાથી તેની ખેતીમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને ત્રણ વર્ષે નીલગીરીનો પાક તૈયાર થતો હોવાથી સુરત જિલ્લાના ખેડૂતો નીલગિરીની મોટા પાયે ખેતી કરતા થયા છે.

વનીકરણ વિભાગની ‘‘વૃક્ષ ખેતી યોજના’’ અંતર્ગત ખેડૂતોને નીલગીરીના રોપા દીઠ પ્રથમ વર્ષે રૂા. ૮, બીજા વર્ષે ચાર રૂપિયાના દરે સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.વનવિભાગ દ્વારા હાઇટેક નર્સરીમાં નીલગીરીની રચના, પ્રોડકશનનો આંક અને ક્ષમતા વધારવાના પગલાઓ લેવામાં આવ્યા છે.

વર્ષે દહાડે ચારથી પાંચ લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવે છે. ફોરેસ્ટર કાંન્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે, નીલગીરીની ખેતીમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.અટોદરા નર્સરી વિશે વધુ માહિતી આપતા  કહ્યું કે, પ્રથમ મધર પોલીહાઉસમાં ૨૮ બેડમાં ૨૦ હજાર રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

જેમાં દસ દિવસે નવા રૂટ બનતા તેનું કટિંગ કરીને રૂટ ડેવલપ પાવડરમાં લગાવ્યા બાદ ભેજ જળવાઈ રહે તે માટે વર્મી ક્યુરાઈટમાં રાખી રૂટ ટેનરમાં રાખી ૩૦ થી ૩૫ દિવસમાં મિસ ચેમ્બરમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ નેટ હાઉસમાં હાર્ડીગ કરવા માટે ૧૫ દિવસ રાખ્યા બાદ ઓપન વાતાવરણમાં રાખ્યા બાદ માંગ મુજબ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. આ હાઇટેક નર્સરીમાં વર્ષે ચારથી પાંચ લાખની ક્ષમતામાં કલોનલ નીલગીરીના રોપા તૈયાર કરવામાં આવતા હોવાની વિગતો કાન્તીભાઈ પટેલે આપી હતી.

ક્લોનલ નીલગીરીનો હાઇટેક નર્સરીમાં ખાસ પ્રકારે ઉછેર કરવામાં આવે છે. તે સામાન્ય નર્સરીમાં શકય બનતું નથી. જીનેટીકલી ઇમ્પ્રુવ્ડ કવોલીટીના રોપા હોય તેને ક્લોન કહેવાય છે. અને આવા ક્લોન જેવા જ ગુણધર્મ ધરાવતા બીજા રોપાની ડાળીથી કટીંગ કરી માસ્ટર ચેમ્બરમાં નિશ્ચિત તાપમાન અને મોઇશ્ચર સાથે સમગ્ર વર્ષ દરમ્યાન તેનો ઉછેર કરવામાં આવે છે.

સુરતના નાયબ વન સંરક્ષક જે.એચ.રાઠોડે જણાવ્યું હતું કે,   ૨૦૧૫-૧૬માં પાંચ લાખ, ૨૦૧૬-૧૭માં પાંચ લાખ, ૨૦૧૭-૧૮માં પાંચ લાખ અને વર્તમાન ૨૦૧૮-૧૯ના વર્ષમાં છ લાખના લક્ષ્યાંક સામે એક લાખ રોપાઓ મળી અત્યાર સુધીમાં ૨૪ લાખ નીલગીરીના રોપાઓ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા છે. નીલગીરીની ખેતી પણ નફાકારક સાબિત થઈ શકે છે.જે.એચ.રાઠોડે જણાવ્યું કે, એક એકરે રૂ.૩ થી ૪ લાખનો નફો મેળવી શકાય છે.